વાગરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપનીના વહેલી સવારના દરોડા, પોલીસ બંદોબસ્ત સાથે સઘન ચેકીંગ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપની દ્વારા વહેલી સવારથી અચાનક ચેકીંગ કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી.

અરગામાં, આંકોટ, વછનાદ, રહાડ સહિતના ગામોમાં વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઘરેલુ તેમજ વ્યાવસાયિક વીજ જોડાણોની સઘન તપાસ શરૂ કરી હતી. અચાનક થયેલી આ કાર્યવાહીથી ગામોમાં ચર્ચા અને ચિંતા સાથેનો માહોલ જોવા મળ્યો હતો. વીજ કંપનીની ટીમ 10 થી 12 વાહનોના વિશાળ કાફલા સાથે ગામોમાં પહોંચી હતી. ચેકીંગ દરમિયાન પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કામગીરી દરમિયાન કોઈ અવરોધ કે તણાવ ન સર્જાય. ટીમ દ્વારા વીજ મીટરોની તપાસ, વાયરિંગની ચકાસણી, લોડની સ્થિતિ તેમજ ગેરકાયદેસર જોડાણો અંગે વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી હતી. કેટલાક સ્થળોએ લાંબા સમયથી શંકાસ્પદ ગણાતા જોડાણો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

અચાનક મોટી સંખ્યામાં વાહનો અને પોલીસ સાથે વીજ કર્મચારીઓ પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘણા લોકોએ ઘરની બહાર આવી કામગીરી નિહાળી હતી તો કેટલાક સ્થળોએ ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ ગઈ હતી. જો કે, વીજ કંપનીના અધિકારીઓએ ચેકીંગ નિયમિત અને કાયદેસર પ્રક્રિયાનો ભાગ હોવાનું જણાવ્યું હતું. હાલમાં ચેકીંગની કાર્યવાહી ચાલુ હોવાથી કેટલા વીજ જોડાણોમાં ગેરરીતિઓ બહાર આવી છે તેની સત્તાવાર માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી. વીજ કંપનીના સૂત્રો મુજબ સમગ્ર ચેકીંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ વીજ ચોરી, અનિયમિત લોડ કે ગેરકાયદેસર જોડાણો અંગે સ્પષ્ટ વિગતો જાહેર કરવામાં આવશે.

Loading Viewer...

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!