ભરૂચ જિલ્લાના દયાદરા સ્થિત દારૂલ ઉલુમ નુરે મોહમ્મદી ખાતે યોજાયેલ જલ્સ-એ-દસ્તારબંદી કાર્યક્રમમાં આલીમ,ફાઝીલ હાફિઝ,કારી સહિત ઇમામ ની ડીગ્રી પ્રાપ્ત કરનાર ૫૨ તલબાઓને સાદાત તેમજ ઉલેમાંઓના કર કમલો થી સનદ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે આસ્તાના એ મૂહદ્દીષે આઝમે હિન્દ કિછોછા શરીફ(યુ.પી) ના નાયબ સજ્જાદા નશીન અલ્લામા વ મૌલાના હાફીઝો કારી સૈયદ નુરાનીમિયા અશરફીયુલ જીલાનીએ પોતાની આગવી શૈલી માં ખિતાબ ફરમાવ્યો હતો.તેઓએ ઇસ્લામ માં કુરઆન અને ઇલ્મ ની મહત્વતા પર પ્રકાશ પાથર્યો હતો.ઉલ્લેખનીય છે કે દસ્તારબંદી કાર્યક્રમમાં ૨૨ હાફિઝ,૧૨ ઇમામ,૧૦ કારી તેમજ ૮ આલીમ ફાઝીલ મળી કુલ બાવન તાલીબે ઇલ્મ ને સાદાત અને આલીમોના હસ્તે સનદ એનાયત કરવામાં આવી હતી.૧૯૮૬ થી હાલ ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન દારૂલ ઉલુમ થી ૬૯૬ જેટલા છાત્રો ઇસ્લામી શિક્ષણ પ્રાપ્ત કરી ડીગ્રી મેળવી દેશ દુનિયામાં ઇસ્લામના પ્રચાર પ્રસાર કાર્યમાં સેવાઓ બજાવી રહ્યા છે.

આ તબક્કે ખાનકાહે પંજતન પાક દયાદરા ના હઝરત સૈયદ નુરાની બાવા તેમજ હઝરત સૈયદ ફરીદ બાવા સાબરી અઝીઝી ચિશતી સહિત અનેક મહાનુભાવો તેમજ છાત્રોના પરિજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.દુઆ તેમજ સલાતો સલામ સાથે જલસો સંપન્ન થયો હતો.કાર્યક્રમ ને સફળ બનાવવા નાઝીમે આલા સલીમ ચિશતી સહિત દારૂલ ઉલુમ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

(સૈયદ અમજદ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









