સુરત ના ઉધનામાં દેહ વ્યાપાર કરાવતો સક્ષ,મહિલા અને ગ્રાહક રૂ ૨,૭૯,૬૦૦ રોકડ સાથે ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત ના ઉધનામાં એક સક્ષ પોતાના મકાનમાં દેહ વ્યાપાર કરાવતો હોવાની માહિતીને આધારે પોલીસે છાપો મારી એક સક્ષ,મહિલા અને ગ્રાહકને રૂ ૨,૭૯,૬૦૦ ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.સુરત શહેરમાં ચાલતા સ્પા,મસાજ પાર્લરની આડમાં તેમજ ગેસ્ટ હાઉસ અને અન્ય જગ્યાએ ચાલતી દેહ વ્યાપારની ગેર કાયદેસર પ્રવૃત્તી અટકાવવા ઊપરથી મળેલ સુચના અનુસંધાને ઉધના પોલીસ સક્રિય થઈ હતી.

દરમિયાન ઉધના પોલીસને બાતમી મળી હતી કે, હરીશભાઇ રૂગનાથવાલા પોતાના મકાનમાં અલગ અલગ સ્ત્રીઓને બોલાવી ગ્રાહકોને વોટ્સએપ મારફતે ફોટા મોકલી ગ્રાહકો પાસેથી કમીશન પેટે રૂપિયા મેળવી સ્ત્રીનો દેહવ્યાપાર કરાવે છે.જે બાતમીને આધારે પોલીસ ટીમેં હરીશભાઇ મોહનલાલ રૂગનાથવાલા ના ખરવરનગર સોસાયટી ,દસ ગલ્લીની પાસેના ઘરે છાપો માર્યો હતો.તપાસ હાથ ધરતાં હરીશભાઇ રૂગનાથવાલાના મોબાઇલ ફોનમાંથી અલગ અલગ સ્ત્રીઓના ફોટા મળી આવ્યા હતા.મહિલાઓ ના ફોટા બાબતે પુછતાછ કરતા તેઓ ગ્રાહકોને ફોટા મોકલી દેહવ્યાપાર નો ધંધો કરાવતા હતા.

વધુમાં તેમના રૂમમાંથી રોકડ રૂપિયા.૨,૭૯,૬૦૦/-તથા વેરાબીલ અને તેમના મકાનમાંથી સાગર ભુપેંદ્ર માવાપુરી તથા મહીલા હાજર મળી આવતા તેઓ વિરુધ્ધમાં ઉંઘના પોલીસે ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળ ની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ, સુરત 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!