કરમસદ-આણંદ મહાનગરપાલિકા એ વિદ્યાનગરની હોટલ JD ના ભોંયરામાં પાણી ભરાતા ₹૧૦’૦૦૦ નો દંડ ફટકાર્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કરમસદ-આણંદ મહાનગરપાલિકા એ વિદ્યાનગરની હોટલ JD ના ભોંયરામાં પાણી ભરાતા ₹10,000 નો દંડ ફટકાર્યો હતો. મનપા વિસ્તારમાં સ્વચ્છતા જળવાય અને કોઈપણ જગ્યાએ રોગચાળો ન ફેલાય તે માટે મનપાના આરોગ્ય અને મેલેરિયા વિભાગ દ્વારા વિવિધ હોટલ, મોલ, રહેણાંક વિસ્તાર, મલ્ટિપ્લેક્સ જેવી જગ્યાએ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત વલ્લભ વિદ્યાનગર ખાતે મોટાબજાર આર. કે. કોમ્લેક્સ સ્થિત હોટલ J D ના ભોઇરામાં પાણી ભરાયું હોવાની માહિતી મળતા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને મેલેરિયા વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.અને હોટલના સંચાલક પાસેથી રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર રાજેશ પટેલના જણાવ્યા મુજબ હોટલના સંચાલકને ભોયરામાં જે પાણી ભરાઈ રહે છે, તેના લીધે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલી હોય છે.તથા આજુબાજુના લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવતી હોય, આ જગ્યા ઉપર દિન ૨ માં તાત્કાલિક અસરથી સ્વચ્છતા કરવા માટે જણાવવામાં આવ્યું છે, અન્યથા મહાનગરપાલિકાના કાયદાની જોગવાઈને આધીન આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું.વધુમાં તેઓએ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાણીપીણીના એકમો, હોટલ ખાતે સ્વચ્છતા રાખવામાં આવે તેમ જણાવી મનપાના આરોગ્ય વિભાગની ઝુંબેશ ચાલુ રહેશે, તેમાં કોઈપણ જગ્યાએ સ્વચ્છતાનો અભાવ જોવા મળશે તો કાયદાની જોગવાઈને આધીન દંડનીય કાર્યવાહી કરવામાં આવશે,

ડિજિટલ યુગ ન્યૂઝ, આણંદ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!