વાગરાના કોલીયાદ ગામેં આડેધડ માટી ખનન ને પગલે ખેડૂતોમાં આક્રોશ, જિલ્લા સમાહર્તાને ફરિયાદ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરાના કોલીયાદ ગામેં આડેધડ માટી ખનન ને પગલે ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ છવાઈ જવા પામ્યો છે.ધરતીપુત્રો એ આ મામલે જિલ્લા સમાહર્તાને ફરિયાદ કરી પગલાં લેવા માંગ કરી છે.બીજી તરફ નર્મદાનું પાણી ખાડામાં ભરાતા ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો છે.સાથે જ ધરતી પુત્રોએ આગામી ચોમાસા દરમિયાન સંકટ વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.વાગરા ના કોલીયાદ ગામે માટી ખોદકામ ની મંજૂરીની આડમાં વધુ ખનન કર્યાના ખેડૂતો એ આક્ષેપો કર્યા છે.જ્યારે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા સમાહર્તા સમક્ષ રાવ નાંખવામાં આવી છે. વાગરા તાલુકાના કોલીયાદ ગામમાં જી.એચ.વી ઇન્ડિયા પ્રા. લિ. અને બી.ડી.એચ.એસ રોડ પ્રોજેક્ટ પ્રા. લિ. દ્વારા કરવામાં આવેલા ખોદકામને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.આ અંગે ભરૂચ જિલ્લા કલેક્ટરને કરવામાં આવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કંપનીએ મળેલી મંજૂરીની શરતોને નેવે મૂકી મંજૂર મર્યાદા કરતા અનેકગણી વધુ ઊંડાઈ સુધી માટી ખોદકામ કર્યું છે.જેના પરિણામે નર્મદા નદીનું પાણી વિશાળ ખાડાઓમાં પ્રવેશી ગયુ છે. અનેક સ્થળોએ અંદાજે ૧૭ થી ૨૫ ફૂટ જેટલી ઊંડાઈ સુધી માટી ઉપાડવામાં આવી હોવાનું સામે આવ્યુ છે.આટલી ઊંડી ખોદકામ પ્રવૃત્તિથી માત્ર જમીનનું કુદરતી સ્વરૂપ જ બદલાઈ ગયુ નથી,પરંતુ સમગ્ર વિસ્તાર માટે પર્યાવરણીય અને જાહેર સુરક્ષાનો ગંભીર ખતરો પણ ઊભો થયો હોવાનું જણાવાયુ છે.સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે, જો આવનારા ચોમાસામાં નર્મદાના પાણીનું સ્તર વધશે તો આ પાણી આસપાસના ખેતરોમાં ઘૂસી શકે છે, જેના કારણે પાક,ખેતીલાયક જમીન અને સિંચાઈ વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યુ છે.તો બીજી તરફ પાણીથી ભરાયેલા ખુલ્લા અને ઊંડા ખાડાઓ માનવજીવન તેમજ પશુધન માટે પણ મોતના કૂવા સમાન સાબિત થઈ શકે તેવી ગંભીર ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

ખેડૂતોની હાજરીમાં GPS સાથે ડ્રોન સર્વે કરવાની ધરતીપુત્રો ની માંગ

ફરિયાદમાં વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે ગામ પંચાયતના ઠરાવો, ભલામણો અને સંબંધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી મંજૂરીઓની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જો મંજૂરી મેળવવા માટે ખોટી માહિતી રજૂ કરવામાં આવી હોય અથવા સત્તાનો દુરુપયોગ થયો હોય તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામા આવી છે. અરજદારે સમગ્ર મામલે તાત્કાલિક સંયુક્ત તપાસ સમિતિ રચવા, GPS અને ડ્રોન સર્વે દ્વારા વાસ્તવિક માપણી કરાવવા,તેમજ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ખોદકામ બંધ કરાવવા ઉપરાંત નિયમભંગ સાબિત થાય તો કંપની અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફરિયાદમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે જો વહેલી તકે સ્થળ તપાસ અને પ્રાથમિક કાર્યવાહી શરૂ નહીં થાય તો ખેડૂતો અને ગ્રામજનો જિલ્લા કક્ષાએ ધરણાં, જનસભાઓ સહિતના વિરોધ કાર્યક્રમો શરૂ કરવા મજબૂર બનશે. જરૂર પડશે તો મામલો ગાંધીનગર અને ગુજરાત હાઈકોર્ટ સુધી લઈ જવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ખરેખર મંજૂરીની આડમાં કોલીયાદની ધરતીનું અતિશય ખોદકામ થયુ છે? અને જો થયું હોય તો ખેડૂતોના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓ સામે તંત્ર ક્યારે અને કેટલી કડક કાર્યવાહી કરશે?જેવા અનેક સવાલો ઉભા થયા વિના રહેતા નથી.હાલ તો સમગ્ર પંથકની નજર જિલ્લા તંત્રની કાર્યવાહી પર ટકેલી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!