ભરૂચની નારાયણ કુંજ કો-ઓ. સોસાયટીમાં રહેતાં ફાલ્ગુન રાજેશ પટેલ દહેજની જીએસીએલ કંપની પાસે આવેલાં અક્ષર એર પ્રોડક્ટ નામના ઓક્સિજન પ્લાન્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે સાંજે સાત વાગ્યાની આસપાસ ના સમયે તેઓ તેમના ઘરે હતાં તે વખતે તેમની કંપનીના સિકયુરિટી ગાર્ડે તેમને ફોન કરી જણાવ્યું હતું કે, જીએસીએલ ચોકડીથી હેમાની કંપની તરફ જવાના રોડ પર આપણી કંપનીના રાકેશ કોલ રાજમણી કોલ (મુળ રહે. મધ્યપ્રદેશ) નું અકસ્માત થતાં મોત થયું છે. જેથી તેઓએ તુરંત સ્થળ પર દોડી ગયા હતા.જયાં સ્થળ પર તપાસ કરતાં નજીકમાં આવેલી એક ચા-નાસ્તાની દુકાનના સંચાલકે તેમને જણાવ્યું હતું કે, રાકેશ ત્યાંથી ચાલતો જઈ રહ્યો હતો. તે વેળાં એક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતાં તેને ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નીપજયું હતું. બનાવને પગલે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, દહેજ – વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








