ગુજરાત રાજ્ય ચાંદ કમિટી ની વાર્ષિક મિટિંગ અમદાવાદની શાહી જામા મસ્જિદ ખાતે યોજાઈ હતી. તા.૧૮ જાન્યુઆરી ને રવિવાર ના રોજ યોજાયેલ સામાન્ય સભામાં સમગ્ર રાજ્યના ચાંદ કમિટી ના સદસ્યોએ હાજરી આપી હતી.

ખાસ કરી ને નડિયાદ, વડોદરા, આણંદ, સંખેડા, વીરપુર, હિંમતનગર, વિજાપુર, ખંભાત, ભરૂચ, સિદ્ધપુર જસદણ,સુરેન્દ્રનગર,કચ્છ ભુજ, મોડાસા, આણંદ જિલ્લાના હાડગુડ ગામ સહિત અનેક શહેરો તથા ગામો માંથી અનેક મેમ્બરો હાજર રહ્યા હતા.મિટિંગના પ્રારંભે તિલાવતે કુરઆન બાદ ૨૦૨૪-૨૫ ના હિસાબો ને મંજુર કરવા ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

સાથે જ ચાંદ ની શરઇ ગવાહી ઉપરાંત આવનાર વર્ષના આયોજનો તેમજ પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલ મુદ્દાઓ પર ખાસ ચર્ચા હાથ ધરાઈ હતી.ઉલ્લેખનીય છે ચાંદ કમિટી સમગ્ર ગુજરાત ના મુસ્લિમો ને ઇસ્લામિક તહેવારો નિમિત્તે ચાંદ અંગે જાણકારી આપવાનું કામ જવાબદારી પૂર્વક નિભાવી રહી છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









