સુરત :: BRTS મા ધક્કા મુક્કી જેવી નજીવી બાબતે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર સખ્શ તેમજ બાળકિશોરને ઉધના પોલીસે પકડી પાડ્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત શહેર ની BRTS બસમા ધક્કા મુક્કી જેવી નજીવી બાબતે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર સખ્શ તેમજ બાળકિશોરને ઉધના પોલીસે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.ગત તા. તા.૧૬ જાન્યુ ના રોજ સવારના અરસામા હેમરાજ ડીંડોલી નવાગામથી બી.આર.ટી.એસ બસમા બેસીને સલાબતપુરા માર્કેટમા નોકરી પર જતો હતો. ત્યારે ઉધના ધરતી નમકીનની પાસે પહોચતાં બસમાં અજાણ્યા ત્રણ ઇસમો ધકકા મુકી કરતાં હતા.જેઓને ધક્કો નહિ મારવાનુ કહેતાં ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઇ ગયા હતા.જેમાથી બે અજાણ્યા ઇસમે હેમરાજના બંન્ને હાથ પકડી લીધા હતા.જ્યારે દશરથ નામના ઇસમે તિક્ષ્ણ હથિયાર કાઢી ફરીયાદીના દિકરાને ડાબા પગના જાંઘનાં પાછળના ભાગે મારી દીધું હતું.ત્યાંથી હુમલો કરી હુમલાખોરો જાન થી મારી નાખવાની ધમકી બસમાં થી ઉતરીને ફરાર થઇ ગયા હતા.ઘટના અંગે ભોગ બનનાર ના પિતા રામકૃષ્ણ નથ્થુ ભદાણેએ ઉધના પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી

દશરથ શ્રીરામ વાઘ ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે બાલાજી શેરી માન દરવાજા તથા કાયદાના સંઘર્ષમા આવેલ બાળકિશોર બન્ને રહે સુરતને પકડી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે આરોપી દશરથ શ્રીરામ વાઘ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે.જેની વિરુદ્ધ વલસાડ રેલ્વે પોલીસ મથકે ૨૦૧૭ મા ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબ તેમજ સલાબતપુરા પોલીસ સ્ટેશનમા ૨૦૧૯ મા ઇ.પી.કો. કલમ-૪૫૭, ૩૮૦ મુજબ, સલાબતપુરા પોલીસ સ્ટેશને ૨૦૨૪ મા ઈ.પી.કો. કલમ-૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ અને સુરત રેલ્વે પોલીસ મથકે ૨૦૨૫ માં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ ગુના નોંધાયેલા છે.

Digital yug news, surat

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!