નબીપુરમાં વહેલી સવારે DGVCLની ૨૮ ટીમોએ ૧૨૬૭ વિજકનેક્શન તપાસી ૪૮ લાખની ગેરરીતી ઝડપી પાડી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ ના નબીપુરમાં વહેલી સવારે DGVCLની ૨૮ ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે ૧૨૬૭ વિજકનેક્શન તપાસ્યા હતા. જેમાં ૪૦ વીજ મીટરોમાં ૪૮.૨ લાખની ગેરરીતી ઝડપાઈ હતી. વહેલી પરોઢે વીજ તંત્ર ની ટિમો દ્વારા અચાનક વીજ ચેકીંગ હાથ ધરાતા ગામમાં ચહલ પહલ તેજ બની જવા પામી હતી.

ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વહેલી સવારે વીજ કંપની એ મોટાપાયે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.વીજ કનેક્શન ચકાસણી ની કાર્યવાહીમાં DGVCLની આશરે ૨૮ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.અલગ અલગ ટુકડીઓ એ ગામના વિવિધ વિસ્તારોમાં ૧૨૬૭ જેટલા વીજ જોડાણોની તપાસ હાથ ધરી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચેકિંગ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સમગ્ર વીજ ચકાસણી ની કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હોવાની વિગતો સાંપડી છે. વીજ ચોરી તેમજ ગેરરીતિ ના ૪૦ બનાવોમાં ૪૮ લાખની ગેરરીતી સામે આવી હતી. જોકે, અચાનક વીજ તંત્ર ની કાર્યવાહીથી વીજ ગેરરીતિ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. નિયમિત વીજ ગ્રાહકોએ DGVCLની આ કાર્યવાહીને આવકારી સંતોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે ગેરરીતિ કરનારાઓમાં ચિંતા વ્યાપી ગઈ હોવાનું સામે આવ્યું હતું.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!