વડોદરા :: ઈન્સ્ટ્રાગ્રામ પર મિત્રતા કેળવી કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર વાજીદશા દિવાનને ૨૦ વર્ષની સખત કેદની સજા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરા શહેરના મકરપુરા વિસ્તાર ની સગીરા સાથે ઈન્સ્ટ્રાગ્રામ પર મિત્રતા કેળવી કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર વાજીદશા દિવાનને કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા નો આદેશ કર્યો છે.વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં સવા વર્ષ અગાઉ સગીર વયની કિશોરી સાથે ઈન્સ્ટ્રાગ્રામ ઉપર મિત્રતા કેળવ્યા બાદ તેણીને પોતાના સંબંધીના ઘરે લઈ જઈ અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવાનને અદાલતે કસુરવાર ઠેરવી વીસ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.વધુમાં વિવિધ કલમ હેઠળ ૬૨,૦૦૦ નો દંડ પણ ફટકારવાનો હુકમ કર્યો હતો. ૨૦૨૪ના ઓક્ટોબર માસમાં મકરપુરા વિસ્તારમાં બનેલ અને ભારે ચકચાર જગાવનાર બનાવની વિગત અનુસાર મકરપુરા વિસ્તારમાં રહેતી સગીરા વાજીદશા ઈદ્રીશશા દિવાન સાથે ઈન્સ્ટ્રાગ્રામથી સંપર્કમાં આવી હતી. બંન્ને વચ્ચે મિત્રતા થતાં તેઓ બગીચામાં અને બરોડા ડેરી ખાતે અવાર-નવાર મળતા હતા. દરમ્યાન વાજીદશા દિવાન તેના મિત્ર આર્યનના ઘરે કોઈ ના હોવાથી તે કિશોરીને ત્યાં લઈ ગયો હતો. અને બે કલાક રોકાયા હતા.જ્યાં સગીર દીકરી સાથે બેથી ત્રણ વાર શરીર સંબંધ બાંધ્યો હતો. આ અંગેની જાણ તેના ભાઈએ પરિવારજનોને કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે વાજીદશા દિવાનની ધરપકડ કરી હતી.સદર કેસ પોકસોની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પસી પટેલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. ભોગ બનનાર કિશોરીનું નિવેદન, મેડીકલ પુરાવા સહીતની દલીલોને અદાલતે ગ્રાહ્ય રાખી મુળ કરજણ તાલુકાના કીયા ગામના વતની અને હાલ મકરપુરા મેઈન બજારમાં રહેતા વાજીદશા ઈદ્રીશશા દિવાનને કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. તેમજ ભોગ બનનાર સગીરાને એક લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ, વડોદરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!