જંબુસર કોર્ટે ટૂંડજ ગામે બનેલ મારા-મારી ના બનાવમાં દોષિત સખ્શ ને ૬-૬ માસ ની સાદી કૈદની સજા ફટકારી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જંબુસર કોર્ટ દ્વારા મારા-મારી તેમજ જાન થી મારી નાખવાના કેસમાં દોષિત સખ્શ ને ૬-૬ માસ ની સાદી કૈદ નો હુકમ ફરમાવ્યો હતો. જંબુસર અદાલતમાં નોંધાયેલા ફોજદારી કેસમાં દ્રઢ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.ડી. રાવ દ્વારા કેસના તમામ દસ્તાવેજી પુરાવા, મૌખિક સાક્ષીઓ તેમજ કાનૂની દલીલો પર વિચારણા બાદ આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.ઉક્ત કેસમાં જંબુસર તાલુકાના ટુંડજ ગામના રોહિતવાસના આરોપી સુરેશભાઈ ઉર્ફે સુર્યો ડાહ્યાભાઈ પરસોતમભાઈ પરમાર ને આઇપીસી ની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.અદાલતે આરોપીને મારામારી હેઠળ છ માસની સાદી કેદ તેમજ ઈન્ડિયન જાનથી મારી નાખવાની ધમકી હેઠળ ૬ માસની સાદી કેદની સજા ફટકારી હતી.અદાલત દ્વારા સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો છે કે આરોપીને ફટકારવામાં આવેલી બંને સજાઓ એકસાથે ભોગવવાની રહેશે.ચુકાદા દરમિયાન અદાલતે વધુમાં આરોપીના જામીનખત તથા બોન્ડ જપ્ત કરવાનો હુકમ કર્યો હતો. તેમજ આરોપીને તાત્કાલિક ન્યાયિક કસ્ટડીમાં લેવાની કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે.ઉલ્લેખનીય છે કે, આ મામલે ફરિયાદી પ્રવિણભાઈ મફતભાઈ પરમાર દ્વારા તા.૨૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ જંબુસર તાલુકાના ટૂંડજ ગામની ભાગોળે થયેલ મારામારી તથા જાનથી મારી નાખવાની ગંભીર ધમકી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ દાખલ થતાં કેસ અદાલતમાં ટ્રાયલ દરમ્યાન રજૂ થયેલા સાક્ષીઓ, દસ્તાવેજી પુરાવાને આધારે અદાલતે આરોપીની સંડોવણી માની સજા ફટકારી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ, જંબુસર 

 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!