વાગરા ના પખાજણ સ્થિત ઇન્ડસ્ટ્રીયલ પાર્કમા હિંડાલ્કો કંપની પાસે લોહીની ઉલ્ટીઓ બાદ કામદાર નું મોત થવા પામ્યું હતું.વાગરા તાલુકાના પખાજણ ખાતે આવેલ ઔધોગિક વસાહતમા કાર્યરત હિંડાલ્કો કંપનીમાં કામ કરતા એક કામદારનું શંકાસ્પદ હાલતમાં મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબપ્રાપ્ત મૂળ ઝારખંડના ગઢવા જિલ્લાના વતની અને હાલ પખાજણ ગામની સ્કોન લેબર કોલોનીમાં રહેતા ૨૮ વર્ષીય તુફાની રવિ મકખનરામ ગત તારીખ ૧૩ જાન્યુ,ના રોજ સવારે કામ પર ગયા હતા. તેઓ કંપનીમાં સળિયા સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા.દિવસ દરમિયાન કામ કર્યા બાદ ઓવર ટાઈમ પતાવી રાત્રિના આશરે ૧૧ વાગ્યાના સુમારે જ્યારે તેઓ કોલોની પર પરત ફરી રહ્યા હતા, ત્યારે હિંડાલ્કો કંપનીના ગેટ પાસે જ તેમને એકાએક લોહીની ઉલ્ટીઓ થવા લાગી હતી. ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક દહેજની AMIX હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ રાત્રે આશરે સાડા બાર વાગ્યે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાગરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









