વાગરામાં ઉત્તરાયણ પર્વે આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું હતું.આકાશમાં પતંગો વચ્ચેના યુદ્ધનો તહેવાર ઉત્તરાયણની ઉલ્લાષભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરમાં પતંગરસિયાઓ એ પતંગ ચગાવવાની મજા માણી હતી.અવકાશમાં પતંગ વચ્ચે યુદ્ધ જામ્યું હતું.એ કાયપો છે ના નાદ થી આકાશ ગુંજી ઉઠયુ હતું.

વાગરા નગર ખાતે પતંગો ના પર્વ ઉત્તરાયણની પરંપરાગત રીતે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ લોકો ધાબા પર ચઢી ને પતંગ ચગાવવામાં મશગુલ બન્યા હતા. ઘરોના ધાબા પર બાળકો, યુવાઓ અને મહિલાઓ રંગબેરંગી પતંગો સાથે નજરે પડયા હતા. નગરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં ડી.જે.ના તાલ સાથે લોકો પતંગ ચગાવતા ઠેર ઠેર નજરે પડતા હતા.પતંગરસિયાઓ ની ચિચિયારીઓ થી સમગ્ર વાતાવરણ ઉત્તરાયણમય બની ગયું હતું.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









