ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે ૧૮મી જાન્યુઆરીએ પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે તા.૧૮મી જાન્યુઆરીના રોજ પૂર્વ સૈનિકોનું સંમેલન યોજવામાં આવનાર છે.જેમાં આણંદ અને ખેડા જિલ્લાના પૂર્વ સૈનિકોની પેન્શન અને ‘સ્પર્શ’ સહિતની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવશે ની માહિતી સાંપડી છે.આણંદ અને ખેડા જિલ્લાના પૂર્વ સૈનિકોના પડતર પ્રશ્નો અને વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે આગામી તા.૧૮મી જાન્યુઆરી ના રોજ ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે એક વિશેષ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

સંમેલનનો મુખ્ય હેતુ પૂર્વ સૈનિકોને પડતી વહીવટી અને વ્યક્તિગત મુશ્કેલીઓનું એક જ સ્થળે નિવારણ લાવવાનો છે.સંમેલનમાં ખાસ કરીને પેન્શનને લગતા પ્રશ્નો,‘સ્પર્શ’ (SPARSH) પોર્ટલ પર માઈગ્રેશન, મેડિકલ સુવિધાઓ તેમજ અન્ય પર્સનલ ઈસ્યુ અંગે વિગતવાર ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સંમેલનમાં ‘સ્પર્શ’ વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ બેંકોના પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે.આણંદ જિલ્લાના તમામ પૂર્વ સૈનિકોને આ સંમેલનનો લાભ લેવા અને પોતાની સમસ્યાઓના ઉકેલ માટે સમયસર ઉપસ્થિત રહેવા વડોદરાના મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી દીપકકુમાર તિવારીએ એક યાદીમાં જણાવ્યું છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!