BU પરમિશન તેમજ ફાયર NOC વગર ચાલતો આણંદનો એ- વન પાર્ટી પ્લોટ કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયો હતો.

કરમસદ આણંદ મહાનગરપાલિકાના સો ફૂટ રોડ ઉપર આવેલ એ- વન પાર્ટી પ્લોટ ના માલિક પાસે તેમની મિલકત સંબંધિત પુરાવા, પરવાનગી રજૂ કરવા મહાનગરપાલિકા ના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા એ વન પાર્ટી પ્લોટના સંચાલક ને વાણિજ્ય હેતુની બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી(BU ) અને ફાયર એન.ઓ.સી. રજૂ કરવા બાબતે નોટીસ આપવામાં આવી હતી, પરંતુ એવન પાર્ટી પ્લોટના સંચાલક યોગ્ય પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.સક્ષમ સત્તાધિકારી પાસેથી કાયદા હેઠળની વિવિધ પરવાનગીઓ જેમાં વાણિજ્ય હેતુની બિનખેતી પરવાનગી, બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી અને ફાયર એન.ઓ.સી. મેળવી ન હોવાનું મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમની ધ્યાને આવ્યું હતું.

વધુમાં એ વન પાર્ટી પ્લોટ ના માલિક દ્વારા તેઓની જમીનમાં કોઈપણ જાતની વિકાસ પરવાનગી મેળવ્યા વગર બાંધકામ કરી વાણિજ્ય હેતુસર ઉપયોગ કરવામાં આવતો હતો. ઉપરાંત પાર્ટી પ્લોટ નો ઉપયોગ સામાજિક પ્રસંગો માટે કરવામાં આવતો હોઇ અને મિલકતમાં માનવ મેદની એકત્રિત થતી હોવાથી માનવ જીવનની સલામતી માટે ફાયર એન.ઓ.સી. અત્યંત આવશ્યક હોય સક્ષમ સત્તાધિકારી પાસેથી ફાયર એન.ઓ.સી. મેળવી ન હતી.આમ સદર મિલકતનો ઉપયોગ માનવ જીવન માટે અત્યંત જોખમકારક હોવાથી મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા એ વન પાર્ટી પ્લોટ માં ભવિષ્યમાં કોઈના જાન-માલને નુકશાન ન પહોંચે તે હેતુસર તાત્કાલિક ધોરણે એ વન પાર્ટી પ્લોટ ને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યો હતો.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









