ભરૂચના પાલેજમાંથી વિદેશ જવાની લાલચે ખોટા લગ્ન અને બનાવટી કોર્ટ જજમેન્ટથી UK વિઝા કૌભાંડ ઝડપાયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના પાલેજમાંથી વિદેશ જવાની લાલચમાં આચરાયેલ એક ગંભીર કૌભાંડ બહાર આવ્યું છે. પાલેજ પોલીસે નકલી લગ્ન પ્રમાણપત્રો તેમજ કોર્ટના બનાવટી ચુકાદાઓ તૈયાર કરી યુ.કે ના વિઝા મેળવતી એક ઠગ ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ મામલે એક મહિલા સહિત કુલ ચાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આરોપીઓએ ખોટા લગ્નના દસ્તાવેજો બનાવી તેમજ કોર્ટના જજમેન્ટની બનાવટી નકલ તૈયાર કરી બ્રિટિશ વિઝા મેળવી છેતરપિંડી આચરી હતી. આ કૌભાંડમાં એક આરોપી યુકેમાં અને એક કેનેડામાં રહેતો હોવાનું સામે આવ્યું છે, જેનાથી સમગ્ર ગેરકાયદેસર નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું હોવાનું સ્પષ્ટ થાય છે. વિદેશ જવાની આંધળી લાલચમાં કાયદાની અવગણના કરી સરકારી તંત્ર અને વિદેશી દૂતાવાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ગંભીર છેતરપિંડી અંગે પાલેજ પોલીસે તાત્કાલિક પગલાં લઈ બ્રિટિશ હાઈ કમિશનને પણ જાણ કરી છે, જેથી વિઝા પ્રક્રિયા અને દસ્તાવેજોની વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે ખોટા દસ્તાવેજોના આધારે વિદેશ જવાનું સપનું જોનારાઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.હાલ સમગ્ર કૌભાંડના તાર ક્યાં સુધી ફેલાયેલા છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે અને આવનારા દિવસોમાં વધુ ધરપકડ થવાની સંભાવના પણ નકારી શકાતી નથી. આ ઘટનાએ ફરી એકવાર વિદેશ જવાની લાલચમાં ફસાતા લોકો અને નકલી દસ્તાવેજો બનાવતી ટોળકીઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!