રાજપીપળા ધર્મેશ્વર મહાદેવના મહંતના રૂમમાં થી વાઘના ૩૭ ચામડા અને ૧૩૩ નખ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે મંદિર ના રીનોવેશન કાર્ય દરમિયાન દુર્ગંધ ફેલાતા વન વિભાગે ચેકીંગ હાથ ધર્યું હતું.ત્યારે સ્વ.મહંત ના રૂમમાંથી વાઘ ના ચામડા અને નખ મળી આવ્યા હતા.એક તરફ ગુજરાતમાં વાઘની પ્રજાતિ લુપ્ત થતી જાય છે ત્યારે બીજી બાજુ નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના એક રૂમમાંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ વાઘનું ચામડું તેમજ નખ મળી આવ્યા હતા.

રાજપીપળા વન વિભાગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.આટલી મોટી સંખ્યામાં વાઘનું ચામડું મળી આવ્યું હોય એવી પ્રથમ ઘટના કદાચ ગુજરાતમાં બની હશે.મળી આવેલ ચામડું વાઘનું છે કે નકલી છે એની તપાસ માટે રાજપીપળા વન વિભાગે સેમ્પલ એફ.એસ.એલ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.રાજપીપળા રેન્જ વન વિભાગના આર.એફ.ઓ જશ સોનીના જણાવ્યા મુજબ રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું.એ દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમ માંથી ખરાબ વાસ આવતી હોવાનું એમના ધ્યાને આવ્યું હતું.તપાસ દરમિયાન વર્ષો જૂની એક પતરાની પેટીમાં કોઈ વન્ય પ્રાણીનું ચામડું હોવાનું જણાતા જ મંદિરના ટ્રસ્ટીઓએ રાજપીપળા વન વિભાગના આર.એફ.ઓ જીગ્નેશ સોનીને જાણ કરી હતી.

જે બાદ વનવિભાગ ટીમ ત્યાં પહોચી હતી.તપાસ હાથ ધરતા પેટીમાં શંકાસ્પદ વાઘનું ચામડું તેમજ નખ મળી આવ્યા હતા.સરકારી પંચોની હાજરીમાં તમામ શંકાસ્પદ વાઘના ચામડાને વન વિભાગની કચેરીએ લાવી ખરાઈ કર્યા બાદ એ ચામડું શંકાસ્પદ રીતે વાઘનું હોવાનું જણાઈ આવ્યું હતું.ચામડું તથા નખ વાઘના જ છે કે નકલી છે એની તપાસ માટે સેમ્પલ એફ.એસ.એલ માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી.આર.એફ.ઓ જીજ્ઞેશ સોનીએ વધુમાં ઉમેર્યું હતું હતું કે તપાસ દરમિયાન ૩૭ જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી ૪૦ થી વધુ ચામડા તથા ૧૩૩ જેટલા નખ મળી આવ્યા હતા. આ મામલે પ્રાણી અધિનિયમ ૧૭૨ હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સરકારને જાણ કરી છે.ગુજરાતમાં વાઘની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે તો બીજી બાજુ પ્રથમ દષ્ટિએ આ વન્ય પ્રાણીની તસ્કરી પણ હોઈ શકે, મહારાજનો ૧૯૨૬ માં જન્મ થયો હતો આજથી લગભગ ૫ મહિના અગાઉ ૯૫ વર્ષની ઉંમરે નિધન થયું હતું.વન્ય પ્રાણીના આ ચામડા અને નખ એમની જ રૂમ માંથી મળી આવ્યા છે.આ ચામડા મળ્યા એ પેટીમાંથી ૧૯૯૨ ના વર્ષનું ન્યૂઝ પેપર મળી આવ્યું છે એટલે આ ચામડા લગભગ ૩૩ વર્ષથી તો મહારાજ પાસે જ હશે એવો અંદાજ લગાવી શકાય. જો એફ.એસ.એલની તપાસમાં આ ચામડું વાઘનું હશે એવું બહાર આવેશે તો આ મહારાજ સાથે કોણ કોણ જોડાયેલું હતું તે દિશામાં તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.તેમ વનવિભાગ દ્વારા જણાવાયું હતું.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









