આમોદ તાલુકા પંચાયત કચેરીમાં રજા ના દિવસે પણ ધમધમાટ જોવા મળ્યો હતો.જેને પગલે અધિકારીઓ ની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.ભરૂચ જિલ્લાના આમોદમાં તાલુકા પંચાયત કચેરી રજાના દિવસે એટલે કે રવિવારે પણ બિનઅધિકૃત રીતે ખુલ્લી રાખવામાં આવી હતી, જ્યાં કારોબારી અધ્યક્ષ અમીશાબેન પટેલના પતિ કેતન પટેલ અધિકારીઓના ટેબલ પર બેસી હિસાબી શાખાના કોમ્પ્યુટરમાં હસ્તક્ષેપ કરતા મીડિયાના કેમેરામાં ઝડપાયા હતા.

આ સમગ્ર ઘટના મીડિયામાં ઉજાગર થતા તાલુકા પંચાયતની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઊભા થયા છે.જોકે, સાચા દોષિત સામે કાર્યવાહી કરવાની જગ્યાએ રજાના દિવસે ઓફિસ ખોલી આપનાર સફાઈ કામદાર અશોક સોલંકીને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ ફરજ પરથી મુક્ત કરતા ભારે વિવાદ સર્જાયો છે.આ નિર્ણય સામે અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘના પ્રમુખ હીરાભાઈ સોલંકી ખૂબ રોષે ભરાયા છે. તેમણે જણાવ્યું કે નિર્દોષ સફાઈ કામદાર સામે કરવામાં આવેલી કાર્યવાહી અન્યાયપૂર્ણ છે. સંઘે તાત્કાલિક અશોક સોલંકીને ફરી ફરજ પર લેવા માંગ કરી છે,અન્યથા ટીડીઓ અને ડીડીઓ સામે એટ્રોસિટી કલમ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.હવે જોવુ રહ્યું કે તંત્ર સાચા દોષિત સામે પગલાં ભરે છે કે પછી નિર્દોષ કર્મચારી સાથે અન્યાય કરતા રહેશે….??
ડિજિટલ યુગ ન્યૂઝ આમોદ,
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









