વહેરા, ડભાસી અને સંતોકપુરા ગામે કાંસ ઉપર રૂ. ૩.૯૮ કરોડના ખર્ચે નવા નાળાના કામોનું નાણાં રાજ્યમંત્રી ના હસ્તે ખાતમુહૂર્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ જિલ્લા ના વહેરા, ડભાસી અને સંતોકપુરા ગામે કાંસ ઉપર રૂ. ૩.૯૮ કરોડના ખર્ચે નવા નાળાના કામોનું રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આણંદ જિલ્લામાં પ્રજાલક્ષી સુવિધાઓમાં વધારો કરવાના હેતુસર વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

પેટલાદ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ વહેરા, ડભાસી અને સંતોકપુરા ગામોમાંથી પસાર થતા કાંસ ઉપર અંદાજિત રૂ. ૩ કરોડ ૯૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા વિવિધ નાળાના કામોનો વિધિવત પ્રારંભ નાણા રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કાશીયાપુરા સીમ વિસ્તાર ખાતેથી કરવામાં આવ્યો હતો.અત્રે નોંધનીય છે કે નવા નાળાના નિર્માણથી વહેરા, ડભાસી અને સંતોકપુરા ગામોના સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનોની વર્ષો જૂની અવર-જવરની સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવશે.ખાતમુહૂર્ત અવસરે આણંદ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન જયનસિંહ ચૌહાણ, બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ મિહિરભાઈ પટેલ, વહેરા ગામના સરપંચ કુશાગ્રભાઈ પટેલ, ઉપરાંત વિવિધ ગામના અગ્રણીઓ સહિત કાર્યપાલક ઈજનેર,નાયબ કાર્યપાલક ઈજનેર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

સૈયદ અમજદ

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!