આણંદ ની એકતા હોટલ નજીક હાઈવે પર ઝાયલિન કેમિકલ ભરેલ ટેન્કરે પલ્ટી ખાધી હતી. ફાયર ટીમની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી.

કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સમયસૂચકતા અને સચોટ કામગીરીને પગલે હાઈવે પર એક મોટું જોખમ સર્જાતા ટાળી શકાયું હતું.વહેલી સવારે નેશનલ હાઈવે ૪૮ પર એકતા હોટલ નજીક ગામડી રેલ્વે બ્રિજ નીચે સર્વિસ રોડ પર ઝાયલિન કેમિકલ ભરેલું ટેન્કર પલટી જવાની ગંભીર ઘટના બની હતી.

પરંતુ કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ત્વરિત કામગીરીને પગલે એક મોટી દુર્ઘટના સર્જાતા અટકાવી શકાઈ હતી. સદનસીબે ઉક્ત ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.શનિવારે વહેલી સવારે ફાયર વિભાગને અત્યંત જ્વલનશીલ ગણાતા ઝાયલિન કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું છે અને તેમાંથી કેમિકલ લીકેજ થઈ રહ્યું છે તેવો સંદેશ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ફાયર ઓફિસર ધર્મેશ ગોરની આગેવાની હેઠળ ૪ ફાયર ફાઈટર અને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને તુરંત જ બચાવ કામગીરી હાથ ધરી હતી અને કેમિકલ લીકેજને કારણે આગ લાગવાની શક્યતા હોવાથી ટીમ દ્વારા ટેન્કર પર AFFF ફોમ કેમિકલનો છંટકાવ કરી સતત કુલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘટનાસ્થળની નજીકમાં જ પ્લાસ્ટિકનું ગોડાઉન આવેલું હોવાથી ફાયર વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે સ્ટાફને સ્ટેન્ડ બાય રાખી બે હાઈડ્રા મશીનની મદદથી ટેન્કરને સુરક્ષિત રીતે સીધું કરવામાં આવ્યું હતું.
ડિજિટલ યુગ ન્યૂઝ આણંદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









