આણંદ ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ડો. તેજેન્દ્રસિંહ સોલંકી ની નિમણુંક

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ડો. તેજેન્દ્રસિંહ સોલંકી ની નિમણૂક કરવામાં આવી છે.ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં શિક્ષણ વિભાગના વિવિધ અધિકારીઓની બદલી અને બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વર્ગ – ૨ ના અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. તેજેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ સોલંકી ની બદલી જિલ્લા પંચાયત, આણંદ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-૨ તરીકે કરતા તેઓએ તા.૧ લી જાન્યુઆરી ૨૦૨૬ ના રોજથી તેમનો ચાર્જ સંભાળી લીધો છે.જિલ્લા પંચાયત આણંદ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. અર્ચનાબેન પ્રજાપતિએ બદલી થઈને આવેલ ડો. તેજેન્દ્રસિંહ સોલંકી ને આવકાર્યા હતા. શિક્ષણ વિભાગના અન્ય અધિકારી કર્મીઓએ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા ભરાતા આનંદ વ્યક્ત કર્યો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ આણંદ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!