વાગરા ના વિલાયત જીઆઇડીસીમા આવેલ બિરલા ગ્રાસીમ કંપની ના કેમિકલ ડિવિઝનમાં બે કોન્ટ્રાકટર એજન્સીના કામદારો વચ્ચે છુટ્ટા હાથ ની મારા-મારી થઈ હોવાની ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે.જેને પગલે વાગરા પોલીસ ગ્રાસિમ કંપની ખાતે પહોંચી હતી.પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ચોપડે કોઈ જ ફરિયાદ ન નોંધાઈ હોવાની વિગતો સાંપડી છે. વાગરા તાલુકાના વિલાયત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે કાર્યરત બિરલા ગ્રાસિમ કંપની ના કેમિકલ ડિવિઝન ના બે કોન્ટ્રાક્ટર્સ એજન્સીના કામદારો વચ્ચે મારામારી ની ઘટના સામે આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ બિરલા ગ્રાસિમ કંપની ના કેમિકલ ડિવિઝન મા બુધવારે સવાર ના અરસામા કેપી તથા આરએસ નામના બે કોન્ટ્રાક્ટર ના માણસો કામ કરી રહ્યા હતા. દરમ્યાન કોઈક ચોક્કસ કારણોસર કેટલાક કામદારો વચ્ચે બોલાચાલી થવા પામી હતી. જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને એજન્સી ના કામદારો વચ્ચે જોરદાર ઘર્ષણ થવા પામ્યું હતું.અંતે મામલાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા કેપી અને આરએસ કોન્ટ્રાકટ એજન્સી ના કામદારો વચ્ચે છુટ્ટા હાથ ની મારામારી થવા પામી હોવાની ચર્ચાઓ પંથકમાં જોરશોર થી ચર્ચાઈ રહી છે.વિલાયત ઔદ્યોગિક વસાહત માં વહેતી થઈ રહેલ વાતો અનુસાર આરએસ કોન્ટ્રાક્ટર ના ૧૦૦ જેટલા કામદારોનું ટોળું ધસી આવ્યું હતું જે કેપી કોન્ટ્રાક્ટર ના લગભગ ૧૫ જેટલા કામદારો પર રીતસર નું તૂટી પડ્યું હતું.સમગ્ર ઘટના ની જાણ વાગરા પોલીસ ને થતા પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી.પરંતુ પોલીસ દ્વારા સમગ્ર મામલે કોઇ જ કાર્યવાહી હાથ ધરવામાં ન હોવાની માહિતી અંગત સૂત્રો થકી પ્રાપ્ત થવા પામી છે.સમગ્ર મામલા અંગે વાગરા પોલીસ મથકના પી.એસ.ઓ પ્રવીણભાઈ નો ટેલિફોનિક સંપર્ક સાધી પૃચ્છા કરતા તેઓએ આ મામલે વાગરા પોલીસ મથકે કોઈ ફરિયાદ કે અરજી ન આવી હોવાનું જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે વાગરા પોલીસ સ્ટેશને મામલો પહોંચ્યો જ ન હોય તો પછી વાગરા પોલીસ ગ્રાસીમ ના કેમીકલ ડિવિઝન ખાતે કેવી રીતે પહોંચી હતી.અને કઈ બાબતો ની તપાસ માટે પોલીસ જવાનો કંપની પર પહોંચ્યા હતા…???તેનો જવાબ તો વાગરા પોલીસ ઇન્સ્પેક્ટર જ આપી શકે તેમ છે.
વાગરા પોલીસનું સમગ્ર મામલે કુણું વલણ અનેક સવાલો નું કેન્દ્ર બિંદુ…….????
વિલાયત ની ગ્રાસીમ કંપની ના કેમિકલ વિભાગમાં કોન્ટ્રાકટ જૂથો વચ્ચે ની મારા-મારીની ઘટના બાબતે વાગરા પોલીસે નિરસ્તા દાખવતા પોલીસ ની ઢીલી કામગીરી ને લઈ ને પણ અનેક શંકા-કુશંકાઓ જન્મી રહી છે. બે કોન્ટ્રાકટ ગૃપો વચ્ચે ની મારા મારી ની ગંભીર ઘટના પ્રત્યે વાગરા પોલીસ દ્વારા ભીનું સંકેલી લેવામાં આવતા પોલીસ ની વ્હાલા-દવલા ની નીતિ ની ચોમેર થી ટીકાઓ ની સાથે સાથે તરેહ-તરેહ ની ચર્ચાઓ પણ થઈ રહી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









