વાગરાના અલાદર ગામે પાતાળ સુધી માટી ખોદનાર ભુમાફિયા ના ત્રણ કરોડના સાધનો જપ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરાના અલાદર ગામેં પાતાળ સુધી માટી ખોદી કાઢનાર ભુમાફિયા ના ત્રણ કરોડના સાધનો તંત્રએ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વાગરા તાલુકાનાં અલાદર ગામે ગેરકાયદેસર રીતે મંજૂરી વિના અતિશય વધારે પ્રમાણમાં માટી ખોદકામ કરનાર ભુમાફિયા વિરુદ્ધ તંત્રએ કાર્યવાહી હાથ ધરતા માટીચોરો મા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.ભરૂચ એસડીએમ અને તેમની ટીમે સ્થળ પરથી બે મશીન તેમજ ત્રણ ભરેલાં ડમ્પર, બે ખાલી ડમ્પર અને એક માટી ભરતું ડમ્પર મળી કુલ ૩ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, લીઝ ધારકના બે પુત્રોએ SDM ની સાથે સ્થળ પર જ અશોભનિય વર્તન કરી તુતુ-મેમે કરી તેમની પાસે માટી ખોદવાની પરમીશન હોવાનો રાગ આલાપ્યો હતો. બીજી તરફ એસડીએમ એ ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમને સ્થળ પર બોલાવી માટી ખનનની માપણી કરાવવાની કવાયત હાથ ધરી હતી.ભરૂચ એસડીએમ મનીષા મનાની બુધવારે વાગરા પંથકમાં ફિલ્ડ વિઝીટમાં હતાં.દરમિયાન ઓવર લોડ માટી ભરી જતી ટ્રકો તેમની નજરે પડતા તેમણે વાગરાના અલાદર ગામે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું.સ્થળ પર પહોંચતાં તેઓ ચોંકી ઉઠયા હતાં. માટી ખનનના સ્થળે જમીનમાંથી પાણી નીકળે ત્યાં સુધીનું ખોદકામ થયેલાનું જણાતાં તેમણે માટી ખોદકામ ની કામગીરી અટકાવી દીધી હતી. તેઓએ તપાસ કરતાં આ લીઝ લલીત શર્માને ફળવાઈ હોવાનું ખુલવા પામ્યું હતું.સદર જગ્યાએ લલિત શર્માનો પુત્ર સુજીત શર્મા માટી ખનન કરાવતો હતો.SDM તેમની કામગીરી કરી રહ્યા હતાં. તે વખતે સુજીતે તેમની સાથે માથાઝીક કરી હતી. જોકે, ઇજારેદારને ૧૦ હજાર મેટ્રીક ટન માટી ખનનની પરવાનગી હોવા છતાં તેણે વધુ માત્રામાં માટી ખનન કરી હોવાનું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું હોઈ SDM એ કાર્યવાહી ચાલુ રાખતાં સુજીતે તેના ભાઈ ભાવેશ શર્માને સ્થળ પર બોલાવી લેતાં ભાવેશ પણ એસડીએમ મનીષા મનાની સાથે અશોભનિય રીતે તુતુ-મેમે કરવા લાગ્યો હતો.હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગેરકાયદે માટી ખનન મામલે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવતો હોવા છતાંય બન્ને માથાભારે ભાઈઓ દ્વારા પરમીશન કરતાં વધુ ખોદાણ કરી નાંખ્યું હતું. એસડીએમ મનીષા મનાનીએ તુરંત જ ખાણ ખનિજ વિભાગની ટીમને સુચના આપતાં ટીમ સ્થળ પર પર પહોંચી હતી. અને સ્થળ પરથી ભુમાફિયા ના ગેરકાયદે માટી ખોદકામ પ્રક્રિયામાં શામેલ વાહનો ને જપ્ત કર્યા હતા.આ અગાઉ પણ સદર ભુમાફિયાઓ એ ગેરકાયદે માટી ખનન કરી હોવાની બુમો ઉઠી હતી. કેટલીક જગ્યાએ પરવાનગી નહીં મળી હોવા છતાં મનસ્વી રીતે ખોદકામ કરી લીધું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે.ઈજારેદારના બે પુત્રો એસડીએમ સાથે તુતુ મેમે કરતા મામલો વધુ વણસ્યો હોવાની વિગતો ઉજાગર થઈ છે.ત્યારે આવા માથાભારે માટીચોરો સામે એક કડક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ સ્થાનિક લોકોમાંથી ઉઠવા પામી છે.

રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન કરવા બદલ કાર્યવાહીના અણસાર…!!

ઓએનજીસીની બન્ને પાઈપ લાઈનો હાલમાં ડેડ હાલતમાં હોવાનું જણાવા મળી રહ્યું છે. જોકે, તે રાષ્ટ્રીય મિલક્ત હોવા છતાંય ભુમાફિયાઓ દ્વારા વહિવટી તંત્રથી ઉપરવટ જઈ પોતાની મનમાની કરવામાં આવી હતી. પાઈપ લાઈનને નુકસાન થયું હોવાને કારણે તેમની સામે રાષ્ટ્રીય મિલકતને નુકસાન પહોંચાડવા બદલ કાયદેસર કાર્યવાહી થવાની શકયતા પણ સેવાઈ રહી છે.

ઓએનજીસી ને જાણ કરતા ટિમ સ્થળ પર પહોંચી

ભુમાફિયાઓએ તેમને મળેલી મંજૂરી કરતાં ઘણી ઉંડાઈ સુધી માટી ખોદકામ કર્યું હતુ. માટી ખોદતી વેળાં ઓએનજીસીની એક પાઈપ લાઈન દેખાઈ આવી હતી. તેમ છતાં તેમણે માટી ખખનની કામગીરી ચાલુ રાખી હતી.ત્યારે બીજી પાઈપલાઈન પણ બહાર દેખાઈ આવી હતી.છતાં માટી ખોદકામ ચાલુ રખાતા પાઈપલાઈને નુકસાન થયું હોવાની શક્યતાને પગલે એસડીએમ મનીષા માનાણીએ ઓએનજીસીની ટીમને ચકાસણી અર્થે તુરંત સ્થળ પર બોલાવવામાં આવી હતી.

ખનીજ ચોરીના કૌભાંડોને કડક હાથે ડામવા કલેક્ટરની તાકીદ

તાજેતરમાં જ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સની એક ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ વિભાગના અધિકારીઓને હાજર રખાયા હતાં. બેઠકમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પોલીસ, આરટીઓ, એસડીએમ સહિત તમામ મામલતદારોને ખનીજ ચોરી અટકાવવા ખાસ તાકીદ કરી હતી. તેમણે સુચના આપી હતી કે, જિલ્લામાં ખનીજ વહન પર અંકુશ લાવવા સાથે ખનીજ-માટી સહિતના કૌભાંડોને ડામવા માટે સતત કાર્યવાહીઓ કરવામાં આવે તેવી તાકીદ પણ કરવામાં આવી હતી.જેને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!