જંબુસરના કસ્બા વિસ્તારમાં શ્વાનો નો આતંક :: સાત જેટલા બાળકો ને બચકા ભર્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જંબુસરના કસ્બા વિસ્તારમાં શ્વાનો એ આતંક મચાવતા સાત જેટલા બાળકો ને બચકા ભર્યા હતા.ઘટનાને પગલે લોકોમાં ગભરાટ ની સાથે ભય ની લાગણી પ્રસરી જવા પામી હતી. જંબુસર ના કસ્બા વિસ્તારમાં રખડતા કૂતરાઓના વધતા આતંકથી નગરજનોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ વિસ્તારમાં રખડતા કૂતરાઓએ અત્યાર સુધી ૭ થી ૮ જેટલા બાળકોને કરડતા લોકો ઘરની બહાર નિકળવાનુ ટાળી રહયા છે.કૂતરા ના હુમલા ના બનાવો સામે આવતા જાહેર સલામતી અંગે ગંભીર ચિંતા નો પ્રશ્ન ઉપસ્થિત થવા પામ્યો છે.મળતી વિગતો અનુસાર કસ્બા સ્ટ્રીટ વિસ્તારમાં બાળકો, વૃદ્ધો તેમજ સામાન્ય નાગરિકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે રખડતા કૂતરાઓ આક્રમક બની જતા હોઇ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ નગરજનોમાં પ્રસરી જવા પામી છે. આ સમગ્ર બનાવ બાબતે જંબુસર નગરપાલિકાના વિપક્ષ નેતા શાકિર મલેક દ્વારા ભરૂચ કલેક્ટર તેમજ જંબુસર નગરપાલિકા સમક્ષ તાત્કાલિક પત્ર પાઠવી રજૂઆત કરવામા આવી છે.તેઓએ કરેલ રજૂઆતમાં જણાવ્યા અનુસાર રખડતા કૂતરાઓના હુમલા માત્ર જાહેર સલામતી માટે નહીં પરંતુ આરોગ્ય માટે પણ ગંભીર ખતરો બની રહ્યા છે. કુતરાઓ ના બચકા ભરવાથી રેબીસ જેવી ગંભીર બીમારીઓના ભયની પણ શકયતા રહેલી છે.તેઓએ તંત્રને આક્રમક રખડતા કૂતરાઓને તાત્કાલિક પકડીને નિયંત્રણમાં લેવા માંગ કરી હતી. નગરજનો દ્વારા પણ તંત્ર પાસે નિર્દોષ બાળકો અને નાગરિકોના જીવને જોખમમાં મુકતી આ સ્થિતિને અટકાવવા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ઈરસાદ મલેક – જંબુસર 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!