દહેજ-ભરૂચ માર્ગ પર આવેલ હોટલના પાર્કિંગમાંથી પોલીસે કેમિકલ ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દહેજ-ભરૂચ માર્ગ પર આવેલ હોટલના પાર્કિંગમાંથી પોલીસે કેમિકલ ચોરીનું કૌભાંડ પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.વાગરા તાલુકાની ઔદ્યોગિક નગરી દહેજમાંથી પોલીસે કેમિકલ ચોરી ઝડપી પાડતા કેમિકલ માફિયાઓમાં ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે.

કેમિકલ ચોરો સામે પોલીસે લાલ આંખ કરતા કેમિકલ ચોરી ના કૌભાંડ નો પર્દાફાશ થયો છે. દહેજ-ભરૂચ હાઈવે પર આવેલી મહાદેવ હોટલના પાર્કિંગમાં ચાલી રહેલા અનધિકૃત કેમિકલ ચોરીના મોટા નેટવર્કનો દહેજ પોલીસે ઉજાગર કર્યો છે.પોલીસ ના દરોડા દરમિયાન લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. બી. ઝાલા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે. જી. સિસોદિયા ની પોલીસ ટીમ દહેજ પંથકમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે મહાદેવ હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરવામાં આવી રહી છે. જે બાતમીને આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા કેટલાક ઈસમો કેમિકલના ટેન્કરમાંથી વાલ્વ મારફતે ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢતા રંગેહાથ ઝડપાઈ જવા પામ્યા હતા.

દહેજ પોલીસે સ્થળ પરથી મુલારામ બાબુલાલ શર્મા અને દાલુરામ રામાંરામ જાનીની અટકાયત કરી હતી. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક શખ્સ ગિરધરસિંગ રાજપૂતને પોલીસે ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ટેન્કર અને કેમિકલ સહિત કુલ ૭૯,૮૮,૯૬૭નો મુદ્દામાલ કબજે કર્યો છે.ઉલ્લેખનીય છે કે દહેજ વિસ્તારમાં મોટા પાયે ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી અહીં રાસાયણિક પદાર્થોની હર-ફેર સતત રહેતી હોય છે, જેનો ફાયદો ઉઠાવી કેમિકલ માફિયાઓ ઉઠાવતા હોય છે. દહેજ પોલીસની કેમિકલ ચોરો વિરુદ્ધ ની કાર્યવાહી થી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા -દહેજ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!