શ્રી ત્રાલસા વિભાગ કેળવણી મંડળ સંચાલિત ઝેડ જે પટેલ સાર્વજનિક વિદ્યામંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી માધ્યમ અને શ્રીમતી એમ ઝેડ પટેલ સરસ્વતી વિદ્યામંદિર પ્રાથમિક વિભાગ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ના વિદ્યાર્થીઓ નો ઉત્સવ ઉડાન ઉમંગ નો વાર્ષિકોત્સવ યોજાયો હતો.જેમાં શાળા ના વિવિધ વર્ગો ના છાત્રોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી.આ પ્રસંગે ત્રાલસા વિભાગ કેળવણી મંડળ ના સભ્યો નું સન્માન કરવામાં આવ્યું હતું.

નરેન્દ્ર સિંહ અમ્રિત કૌર તરફ થી ૫૧૦૦૦ રૂપિયા નું દાન પ્રદાન કર્યું હતું.ત્રાલસા કેળવણી મંડળ તરફ થી છાત્રોએ રજૂ કરેલ વિશિષ્ટ કૃતિ ને ૧૧૦૦૦ રૂપિયા નું ઇનામ અર્પણ કર્યું હતું.આ પ્રસંગે ૪૦ વર્ષથી શાળામાં પ્રમુખ તરીકે કાર્યરત શાંતિલાલભાઈ પટેલનું ટ્રસ્ટી મંડળ દ્વારા મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.વધુમાં માધ્યમિક વિભાગમાં છેલ્લા ૨૪ વર્ષથી શિક્ષણ કાર્ય કરતા અને પ્રથમ સત્રમાં નિવૃત થયેલ શિક્ષિકા કમળાબેન ને ટ્રસ્ટી મંડળ અને આચાર્ય નેહાબેન અને સ્ટાફ ધ્વારા સાડી અને મોમેન્ટો આપી અશ્રુભીની આંખે વિદાય આપી હતી.ઉત્સવ ઉમંગનો “ઉડાન” વાર્ષિકોત્સવ ની શરૂઆત સંસ્થાના આધ્ય સ્થાપક દેવજીભાઈ મથુરભાઈ પટેલ અને ઝવેરભાઈ જેસંગભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની મંજુલા બેન ઝેડ પટેલ ના ચરણોમાં પુષ્પો અર્પણ કર્યા બાદ થઈ હતી.કાર્યક્રમને આકાશમાં રંગબેરંગી બલૂન મુક્ત કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ઉક્ત કાર્યક્રમમાં શાળાના નર્સરી થી ધો – ૧૨ માં અભ્યાસ કરતાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના મળી કુલ ૬૦૦ થી વધુ બાળકલાકારો એ ભાગ લઈ ઇતિહાસ રચ્યો હતો.મહેમાનોનું શાબ્દિક સ્વાગત ગુજરાતી માધ્યમ ના આચાર્ય જીતેન્દ્ર પટેલ ધ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દેશભક્તિ, બોલિવુડ, ગરબા , યોગા ડાન્સ અને એકપાત્રીય અભિનય મળી કુલ ૩૦ કૃતિઓની ઝલક જોવા મળી હતી. વાર્ષિકોત્સવમાં ” વિસરતું જતું ગામડું ” ની થીમ માં જુના જમાનાની પ્રતિકૃતિઓએ સૌનું ધ્યાન આકર્ષિત કરી સેલ્ફી લેવા માટે મજબુર કર્યા હતા.વાર્ષિકોત્સવમાં તમામ કૃતિ શાળાના શિક્ષકો ધ્વારા જ કોરીયોગ્રાફ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે વાર્ષિકોત્સવમાં બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ તથા કલાશક્તિને ખીલવવા અને પ્રોત્સાહિત કરવા હજારો ની સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહેતા શાળાનું પટાંગણ છલકાઈ ગયું હતું.કાર્યક્રમ ને અંતે આભારદર્શન અંગેજી માધ્યમના આચાર્ય ગૌતમભાઈ પટેલ ધ્વારા કરવામાં આવ્યું હતું.જ્યારે પ્રોગ્રામ નું સફળ સંચાલન માધ્યમિક વિભાગના વંદના બેન ધ્વારા કરવામાં આવ્યું હતું. અંતે રાષ્ટગાન સાથે કાર્યક્રમની પૂર્ણાંહુતી કરાઈ હતી.આ તબક્કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી યોગેશ પટેલ,તાલુકા પંચાયત ઉપ-પ્રમુખ મણીલાલ ભાઈ વસાવા,ત્રાલસા ગામના સરપંચ જાગૃતિ બેન પરમાર,શાળા સંચાલક મંડળ ના સર્વે સભ્યો ઉપરાંત અસ્મિતા વિકાસ કેન્દ્ર ના ફાઉન્ડર પ્રવિણભાઇ પટેલ, ભરૂચ તાલુકા બી આર સી વિરેન્દ્ર ભાઈ, ત્રાલસા ક્લસ્ટર સી આર સી ઘનશ્યામભાઈ,કીર્તિસિંહ ડાભી સિનિયર મેનેજર – કલર ટેક્ષ પ્રા લી – વિલાયત ખાસ ઉપસ્થિત રહયા હતા.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









