સુરતના ઉધના વિસ્તારમાં વહેલી સવારે મોર્નીંગ કરતી મહીલાની છેડતી કરી ભાગી છુટેલ યુપી ના સખ્શ ને પોલીસે દબોચી લીધો હતો.

સવાર ના શુમારે મૉર્નિંગ વોક પર જતી મહિલા ની છેડતી ના બનાવો અટકાવવા સુરત પોલીસ સક્રિય બની હતી.જેમાં સુરતના ઉધના વિસ્તારમાં વહેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામા સદર વિસ્તારની મહિલા તથા તેની મિત્ર ચાલતા ચાલતા ઝાંસી કી રાની ગાર્ડન તરફ જતા હતા.દરમિયાન મૌર્યા મારબલ પાસે પહોંચતા પાછળથી એક મોટર સાયકલ પર અજાણ્યો ઇસમ આવી પહોંચ્યો હતો.જેણે મહિલાના કમરના નીચેના ભાગે હાથથી દબાવી અશ્લીલ હરકત કરી હતી.અને ત્યાંથી રફુચકક5 થઈ ગયો હતો.છેડતી કરી નાસી ગયેલ ઈસમ વિરુદ્ધ ભોગ બનનાર મહીલાએ ઉધના પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે છેડતી કરી ભાગી છુટેલ સખ્શ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ- ૭૫(૨) મુજબ ગુનો નોંધી તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

પોલીસે ટેક્નીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે છેડતી કરનાર આરોપી વિકાશકુમાર વિશરામ નિશાદ ઉ.વ.આશરે ૨૦ વર્ષ, ધંધો મજુરીકામ રહે.બી/૮ ઘર નં.૧૪ શ્રી રાધાક્રિષ્ણા સોસાયટી ભીડભંજન પેટ્રોલપંપ પાછળ બમરોલી રોડ, ઉધના સુરત મુળ રહે રામનગર પોસ્ટ.તારૂલ જી.અયોધ્યા(યુ.પી.) ને પકડી પાડી ઉધના પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.પરપ્રાંતિયો દ્વારા મહિલાઓ ની છેડતી સંદર્ભે પોલીસે કડક હાથે કામગીરી કરવી જરૂરી બની છે તેવી લાગણી ઉધના વિસ્તારમાં વસતા જાગૃત નગરિકોમાંથી બુલંદ બનવા પામી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ સુરત,
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









