ભરૂચમાં યુવાનોને જાહેરમાર્ગ પર રીલ બનાવવીભારે પડી ગઈ હતી.મોબાઈલ શોપની પ્રમોશનલ રીલ બનાવનાર પાંચ યુવાનો ની પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

જાહેર માર્ગ ઉપર ટ્રાફિકમાં ગણેશ મોબાઈલ નામની દુકાનનો જોખમી વિડીયો બનાવી વાયરલ કરનાર દુકાનદાર સહિત પાંચ યુવકોને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. આર.એમ.વસાવા સહિત તેમનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ભરૂચ ના બી.એસ.એન.એલ.નજીક આવેલ ગણેશ મોબાઈલ નામની દુકાનના પ્રમોશન અને માર્કેટિંગ માટે જાહેર માર્ગ પર આવતા જતા વાહન ચાલકોને અડચણ ની સાથે જીવને જોખમ ઉભું કરી વિડીયો બનાવી સોશીયલ મીડિયા મા વાયરલ કરનાર પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે ગણેશ મોબાઈલ શોપના માલિક વિપુલ શંકરલાલ બેરાવાલા,અશરફ ઈદ્રિશ મલેક,મોહંમદ ઝેદ સફીક સુજનીવાલા,મોહમ્મદ રેહાન મોહમ્મદ આરીફ શેખ,સોહેલ મોહમ્મદ આરીફ મન્સૂરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









