દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગની ટાઉનશિપમાં અંધાધૂંધ ગોળીબાર,૧૦ લોકોના મોત :: ૧૦ ઘાયલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગની ટાઉનશિપમાં રવિવારે બંદૂકધારીઓ એ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે.જ્યારે ૧૦ લોકો ઘાયલ થયા છે. ડિસેમ્બર મહિનામાં સાઉથ આફ્રિકામાં સામૂહિક ગોળીબારની આ બીજી મોટી ઘટના નોંધાઈ હતી.

આ હુમલો જહોનીસબર્ગથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ ૪૦ કી. મી દૂર આવેલા બેકર્સડાલ માં થયો હતો.ન્યૂઝ એજન્સી એએફપી ના અહેવાલ અનુસાર અધિકારીઓએ જણાવ્યું છે કે આ ગોળીબાર પાછળનું સ્પષ્ટ કારણ હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રસ્તા પરથી પસાર થઈ રહેલા નિર્દોષ લોકોને હુમલાખોરોએ નિશાન બનાવ્યા હતા. પોલીસના નિવેદનમાં જણાવાયું છે કે, “અજાણ્યા હુમલાખોરો દ્વારા કેટલાક લોકો પર અચાનક અને અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો.”ગૌતેંગ પ્રાંતના પોલીસ પ્રવક્તા બ્રિગેડિયર બ્રેન્ડા મુરિદિલીએ મૃત્યુઆંકની પુષ્ટિ કરતા જણાવ્યું કે 10 લોકોના મોત થયા છે. જો કે અધિકારીઓ હાલમાં ભોગ બનનારા લોકોની ઓળખ અને અન્ય વિગતો મેળવી રહ્યા છે.આ ગોળીબાર બેકર્સડાલમાં એક ગેરકાયદેસર દારૂના વેચાણ કેન્દ્ર નજીક થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ વિસ્તાર આર્થિક રીતે પછાત છે અને સોનાની ખાણોની નજીક આવેલો છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!