સુરત :: ઉધના રોડ SBI ના ATM માંથી ગુપ્ત રીતે અન્ય ના પાસવર્ડથી પૈસા ઉપાડી લેનાર બે શખ્સો યુપી થી પકડાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત શહેરના ઉધના રોડ સ્થિત SBI ના ATM માંથી ગુપ્ત રીતે અન્ય નો પાસવર્ડ જોઈ કાર્ડ બદલી એટીએમ માંથી પૈસા ઉપાડી લેનાર બે શખ્સો ને ઉધના પોલીસે યુપી થી પકડી પાડી ધોરણસરની કામગીરી હાથ ધરી હતી.ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો જીગ્નેશભાઇ અંબાલાલ તથા કિરણભાઇ કાનજીભાઇ તથા ડાયાભાઇ અરજણભાઇ ને તેઓના અંગત બતમીદારો થકી બાતમી મળી હતી કે ઉધના એટીએમ માંથી પાસવર્ડ જોઈ કાર્ડ બદલી ને બીજાના ખાતામાંથી પૈસા સેરવી લેવાના ગુનામા સંડોવાયેલ અનિલસિંહ ઉર્ફે કાલીયા ઓમપ્રકાશસિંહ ઉ.વ.૩૬ ધંધો-ટ્રેનમાં ચા-નાસ્તો વેચવાનું રહે-ગામ-ઢેરહના થાના-મોહન ગંજ દેહાત તા.સદર જી.પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ તથા અનિલકુમાર ભાગીરથી સરોજ ઉ.વ. ૪૫ ધંધો-ખેતીકામ રહે. ગામ-પરસરામપુર પોસ્ટ-મેઘોલી કલા તા.રાનીગંજ જી.પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ બાતમી વાળી જગ્યાએ હાલ હાજર હોઇ એકને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે થી તથા બીજા શખ્સ ને પ્રતાપગઢ ખાતેથી પકડી પાડી ઉધના પોલીસ મથકે લાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.ઉધના પોલીસે પકડી પાડેલ અનિલસિંહ ઉર્ફે કાલીયા ઓમપ્રકાશસિંહ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.તેની વિરુદ્ધ ઉત્તપ્રદેશના યમુના નગર, પ્રયાગરાજ જીલ્લાના ઉધ્યોગિક ક્ષેત્રના પોલીસ સ્ટેશન તેમજ ગંગાનગર, પ્રયાગરાજ જીલ્લાના સરાયઇનાયત પોલીસ સ્ટેશન અને ગંગાનગર, પ્રયાગરાજ જીલ્લાના સરાયઇનાયત પોલીસ સ્ટેશન ઉપરાંત ગંગાનગર, પ્રયાગરાજ જીલ્લાના કોતવાલી દેહાત પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.વિવિધ ગુનાઓ આચરી આરોપી પોલીસ પકડ થી ભાગી રહ્યા હતા.જેઓ ને ઉધના પોલીસે પકડી પાડયા હતા.

અનિલ સરોજ હાલ જિલ્લા પંચાયત નો સદસ્ય અને અગાઉ AIMIM પક્ષમાંથી વિધાનસભા ની ચૂંટણી લડી ચુક્યો છે.

 

ઉધના પોલીસે પકડી પાડેલ બે આરોપીઓ પૈકી અનિલ સરોજ ઉત્તરપ્રદેશ પ્રતાપગઢ નો છે અને તે રાજકીય રીતે આગળ પડતું સ્થાન ધરાવતો હોવાની આશ્ચર્યજનક માહિતી મળી રહી છે.અનિલ સરોજ હાલમાં જિલ્લા પંચાયત સદસ્ય હોવાનું સામે આવ્યું છે.વધુમા અનિલ સરોજ અગાઉ અસદુદ્દીન ઓવેસી ની પાર્ટી AIMIM પક્ષ મા થી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચુક્યો હોવાના ચોંકાવનારા ખુલાસા થયા છે.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!