ભરૂચ એસઓજી રૂ.૧ કરોડની સાયબર છેતરપીંડી આચરનાર ચાર ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.સાયબર ફ્રોડ આચરનાર ગેંગ ના ચાર સાગરીતોની SOGએ કરી ધરપકડ હતી.ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપીને રૂપિયા ૧,૦૯,૮૫,૫૭૦ ની સાયબર છેતરપિંડી કરનાર ગેંગના ચાર ને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે પકડી પાડતા સાયબર ઠગો મા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફો આપવાની લાલચ આપી રૂપિયા એક કરોડથી વધુની સાયબર છેતરપિંડીનો બનાવ સામે આવતા પોલીસ સક્રિય થઈ હતી.સમગ્ર પ્રકરણમાં સુરત અને જુનાગઢ જિલ્લામાંથી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે ફરિયાદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Threads અને Telegram મારફતે સંપર્ક કરી, Lotteebay નામના ખોટા ઓનલાઇન સ્ટોર પર એકાઉન્ટ ખોલાવી ઓનલાઇન વસ્તુઓ વેચીને મોટો નફો કમાવાની લાલચ આપવામાં આવી હતી.વધુમાં
આરોપીઓએ ફરિયાદીના આધારકાર્ડ અને Gmail એકાઉન્ટનો ઉપયોગ કરીને અલગ-અલગ UPI ID અને ૧૦ બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા.શરૂઆતમાં થોડા રૂપિયા પરત આપી વિશ્વાસ કેળવ્યા પછી કુલ રૂ. ૧,૦૯,૮૫,૫૭૦ની છેતરપિંડી કરવામાં આવી હતી.પોલીસે છેતરપિંડી કરનાર સુરતના
દિવ્યેશ ઉર્ફે દિવો ભુવા તેમજ કિશન ધડુક તથા પ્રશાંત વઘાસિયા અને ઋષિ સતાસિયા જુનાગઢની ધરપકડ કરવામાં આવી હતી.ઝડપાયેલા આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ અને છ ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આરોપીઓએ ઇન્ડસઇન્ડ બેંકના કરન્ટ એકાઉન્ટ મારફતે કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનો પર્દાફાશ થયો છે.બેંક ડિટેલ, મોબાઇલ નંબર અને ડિજિટલ પુરાવાના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ,
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









