મસ્કતમાં ઓમાન સાથે આર્થિક કરાર કરી નવા યુગનો ઉદય કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓમાનના સુલ્તાન હસીમ બિન તારિક અલ સઈદ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ દરમિયાન ભારત અને ઓમાને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન ઓમાન સરકારે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં યોગદાન માટે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન ઑર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કર્યા. આ કરારથી ભારતના શ્રમ-પ્રધાન વિસ્તારો જેવા કે વસ્ત્ર, ચામડું ફૂટવેર, રત્નો અને ઝવેરાત, એન્જિનિયરિંગ ઉત્પાદનો, પ્લાસ્ટિક, ફર્નિચર, કૃષિ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ડિવાઈસ અને ઓટોમોબાઈલ્સની નિકાસમાં વધારો થશે. આનાથી રોજગારીનું સર્જન થશે અને કારીગરો, મહિલા-આગેવાની હેઠળના સાહસો અને ખજખઊ મજબૂત બનશે. છેલ્લા છ મહિનામાં આ ભારતનો બીજો મુક્ત વેપાર કરાર છે. ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી આપણા ખેડૂતો, વેપારીઓ અને નિકાસકારોને ફાયદો થયો છે. ભારતનો ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના અન્ય સભ્ય દેશ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સાથે પણ આવો જ કરાર છે, જે મે ૨૦૨૨માં અમલમાં આવ્યો હતો. જીસીસીના અન્ય સભ્યોમાં બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા અને કતારનો સમાવેશ થાય છે. ભારત અને કતાર પણ ટૂંક સમયમાં વેપાર કરાર માટે વાટાઘાટો શરુ કરશે. ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષમાં ભારત-ઓમાન દ્વિપક્ષીય વેપાર આશરે ૧૦.૫ અરબ અમેરિકન ડોલર હતો. પોતાના સંબોધનમાં નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં છેલ્લા ૧૧ વર્ષમાં થયેલા માળખાગત સુધારાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘‘ભારતે માત્ર તેની નીતિઓ જ નથી બદલી, પરંતુ દેશનું આર્થિક મૂળભૂત માળખું (ડીએનએ) પણબદલી નાખ્યું છે.“ તેમણે જીએસટી અને નાદારી કાયદા (આઈ બી સી) જેવાસુધારાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કેઆનાથી ભારતના બજારમાં પારદર્શકતા વધી છે અને રોકાણકારોનો ભરોસો મજબૂત થયો છે. તેમણે ઉમેર્યું કે ભારત હાલ ૮% થી વધુના દરે વિકાસ કરી રહ્યું છે, જે તેને વિશ્વનું સૌથી ઝડપથીવિકસતું અર્થતંત્ર બનાવે છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!