ઉધના પોલીસે સાડા છ કરોડ ની છેતરપીંડી ના ગુના માં ૧૦ વર્ષથી નાસ્તા-ફરતા રબીન્દ્ર પ્રસાદ ને ઓડિસ્સા થી દબોચી લીધો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત રાજ્ય ના અલગ અલગ જિલ્લાઓમાં “ધ ઓસ્કાર મેનેજમેન્ટ સર્વિસ લી” કંપની ના નામે છેતરપિંડીના પાંચ ગુનાઓમા સંડોવાયેલા અને છેલ્લા ૧૦ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સૂત્રો પાસે થી પ્રાપ્ત વિગતો અનુસાર રબીન્દ્રપ્રસાદ પાનુંચરણ સ્વાઈ એ પોતાની ‘ધ ઓસ્કાર મેનેજમેન્ટ સર્વિસ લી નામની કંપનીની બ્રાંચ સુરતના ઉંઘના એસ-૧૮ એમ્યુનીટી સેન્ટર બસ સ્ટેન્ડ ખાતે ખોલી હતી.જ્યાં તેણે પોતાની કંપનીમાં અલગ-અલગ સ્કીમો જેમ કે તેમની કંપની ડેઇલી સ્કીમમા રૂપિયા રોકાણ કરવાથી એક વર્ષ માટે ૩,૭૫% વ્યાજ તથા બે વર્ષ માટે ૯.૭૫% વ્યાજ તથા ફિક્ષ ડીપોઝીટમા બે વર્ષ માટે ૧૬% વ્યાજ તથા ૩ વર્ષ માટે ૨૫% વ્યાજ તેમજ ફીક્ષમા સાડા છ વર્ષે ડબલ રૂપિયા થવાની સ્કીમો આપી તેઓની કંપની સિવાય અન્ય કોઇ કંપનીમાં રોકાણ પર પોતાની કંપનીથી વધુ કોઇ કંપની નફો આપતી ન હોય તેવો વિશ્વાસ અને ભરોસો કેળવી લોકો પાસેથી રૂપિયા ૬.૮૫,૦૯,૪૯૩/- મેળવી લઇ છેતરપીંડી તથા વિશ્વાતઘાત કરવામાં આવ્યો હતો.જે અંગે ઉધના પોલીસ મથકે વિવિધ ગુનાઓ અંગે જુદી જુદી કલમો અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી.ઉધના પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.એસ.એન.દેસાઇ તથા પી.આઈ જે.એસ.ઝાંબરેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે સદર ગુનામા છેલ્લા દસ વર્ષથી નાસતા ફરતા આરોપી ‘ધ ઓસ્કાર મેનેજમેન્ટ સર્વિસ લી ના ચેરમેન રવિન્દ્રપ્રસાદ પાનુચરણ સ્વાઈ ઉ.વ.૫૧ ધંધો.નોકરી રહે.રાધાકાંટા શેરી ઓલ્ડ બ્રહમપુર પોસ્ટ નબીન ગંજામ (ઓડીસ્સા) મુળ રહે.ગામ.ભાભરડા તા.પોલાસરા જી.ગેજામ ને ઓડીસ્સા ખાતેથી પકડી પાડયો હતો.પોલીસ ના હાથે ઝડપાયેલા રબીન્દ્ર પ્રસાદ સ્વાઈ વિરુદ્ધ સુરતના ઉધના તેમજ વડોદરા ના સયાજીગંજ તથાC.I.D. કાઇમ વડોદરા ઝોન અને સોનગઢ ઉપરાંત હાંસોટ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અને વિશ્વાસઘાત સંદર્ભે વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયા હતા.ઉલ્લેખનીય છે કે આરોપી રબિન્દ્રપ્રસાદ પાનુચરણ સ્વાઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.જેની સામે ઓડીસ્સા ભુવનેશ્વર ઓફેન્સ વીંગ કેસ તથા ઓડીસ્સા પ્રિવેન્સહ્ન ઓફ ઇન્ટ્રેસ્ટ ડીપોઝીટર્સ એક્ટ તથા પ્રાઇસ ચીટ એન્ડ મની સર્ક્યુલેશન એક્ટ મુજબ ઓરિસ્સા રાજ્યમાં ગુનો નોંધાયેલો છે.વધુમાં વલસાડ પોલીસ સ્ટેશન ખાતે પણ ગુનો રજીસ્ટર્ડ છે.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!