આણંદમાંથી SMC એ ૫૦.૯૧ લાખની વિશ્વની મોંઘીદાટ દારૂની બ્રાન્ડ્સ ઝડપી પાડી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે રૂપિયા ૫૦.૯૧ લાખની કિંમત ની વિશ્વની મોંઘીદાટ દારૂની બ્રાન્ડ્સ ઝડપી પાડી હતી.ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે આણંદ નજીકથી આયાત થયેલા વિદેશી દારૂનો ખૂબ મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. SMC દ્વારા આણંદના સમરખા રોડ પર આવેલ અપેક્ષા ઢાબાની પાર્કિંગ નજીક દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ટ્રકમાં લાકડાના પલસાણ (પ્લાયવુડ શીટ્સ) ની આડમાં છુપાવેલો પ્રતિબંધિત વિદેશી દારૂ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા વિદેશી દારૂ,સ્કોચ વ્હીસ્કીની કુલ ૧૦૪૪ બોટલો મળી હતી, જેમાં જોનીવોકર જેકડેનિયલ,ચીવાસ રિગલ, ગ્લેનફિડિચ જેવી મોંઘી અને આયાત કરેલી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. દારૂના જથ્થાની કિંમત આશરે રૂ.૫૦,૯૧,૨૪૦/- થાય છે. ટ્રક (કિં. રૂ. ૨૦ લાખ), પલસાણાની શીટ્સ અને મો બાઈલ ફોન સહિત SMC દ્વા રા કુલ રૂ. ૭૯,૮૯,૬૬૬/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઈવર ઝીંકન ઉર્ફે અમિત દુખારામ વર્મા (રહે. દિલ્હી) અને ક્લીનર ખિયારામ મંગારામ જાટ (૨હે. બાડમેર, રાજસ્થાન) ને સ્થળ પરથી ઝડપી પાડ્યા છે. જ્યારે માલ મોકલનાર દીપુ અને માલ મંગાવનાર અગુ (રહે. વડોદરા) સહિત કુલ બે ઈસમો ને વોન્ટેડ જાહેર કરવામાં આ વ્યા હતા. S MC ના પી.એસ. આઈ. વી. કે. રાઠોડ અને તેમની ટીમે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, વધુ કાર્યવાહી માટે આરોપીઓને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યા હતા.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!