કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવોમાં આજે જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. માર્ચ ૨૦૨૬ વાયદાના ભાવે ચાંદીમાં મોટો ઉછાળો આવ્યો છે, જ્યારે સોનું પણ તેજી સાથે કારોબાર કરી રહ્યું છે, જેના કારણે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે.ખાસ કરીને ચાંદીના ભાવે ફરી એકવાર રોકાણકારોને આકર્ષ્યા છે અને તે ૧.૯૩ લાખ પ્રતિ કિલોગ્રામને પાર કરી ગયો છે. ૦પ માર્ચ ૨૦૨૬ માટેના સિલ્વર ફયુચર્સનો ભાવ ૧,૯૩,૧૦૦.૦૦ પ્રતિ કિલોગ્રામ ચાલી રહ્યો છે. ચાંદીના ભાવમાં આજે ૪,૩૬૫.૦૦ નો વધારો થયો છે, જે ૨.૩૧% ની નોંધપાત્ર તેજી દર્શાવે છે. આ તેજી સાથે ચાંદી હવે ૨,૦૦,૦૦૦ પ્રતિ કિલોગ્રામના મનોવૈજ્ઞાનિક આંકડાની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે.ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે.૦૫ ફેબ્રુઆરી ૨૦૨૬ માટેના ગોલ્ડ ફ્યુચર્સનો ભાવ ૧,૩૦,૬૭૬.૦૦ પ્રતિ ૧૦ ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના ભાવમાં આજે ૮૮૦.૦૦ નો વધારો થયો છે, જે ૦.૯૮% ની વૃદ્ધિ દર્શાવે છે. બજારના નિષ્ણાતો માને છે કે ચાંદીમાં આવેલી આ રેકોબ્રેિક તેજી વૈશ્વિક માંગમાં વધારો, ડોલરની નબળાઈ અને રોકાણકારો દ્વારા સુરક્ષિત રોકાણ તરીકે ચાંદીને પ્રાથમિકતા આપવાના કારણે છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









