જમ્મુ કાશ્મીર BSF માં ફરજ બજાવતા દહેજના જવાનના ઘરમાંથી ૯ લાખ ૮૫ હજારની માલમત્તા નો હાથફેરો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જમ્મુ કાશ્મીર ખાતે BSF માં ફરજ બજાવતા દહેજના નવા વાડિયા વિસ્તારના જવાનના ઘરમાંથી ૯ લાખ ૮૫ હજારની ચોરી થતા દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.પોલિસે ચોરી કરનાર ઈસમો ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા ની વિગતો સાંપડી છે.ચોરી ના બનાવ સંદર્ભે પ્રાપ્ય માહિતી મુજબ મુળ જંબુસરના છીદ્રા ગામના અને હાલમાં દહેજના નવા વાડિયા ગામે ઋષિરુપ કોમ્પલેક્ષ પાસે રહેતાં કલ્પના વસંતલાલ પંચાલના પતિ જમ્મુ કાશ્મીર ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ માં ફરજ બજાવે છે.જેઓને સંતાનમાં ચાર દિકરી છે.જે પૈકીની મોટી પુત્રીના લગ્ન થઈ ગયાં છે. તે હાલમાં સગર્ભા હોઈ તે પિયરે જ હતી.દરમિયાન ગત ૮મી ડિસેમ્બરના રોજ તેઓ તેમની પુત્રીને બતાવવા માટે ભરૂચની એક હોસ્પિટલમાં ગયા હતાં.જ્યાં તેની તબિયત સારી ન હોવાથી તેઓ ભરૂચમાં તેમના જેઠના ઘરે જ રોકાઈ ગયાં હતાં. તેમની બે પુત્રીઓ ઘરે એકલી હોઈ તેમના જમાઈ તેમને લઈને ભરૂચ આવ્યાં હતાં.તેમણે ઘરના દરવાજાને તાળું મારી ચાવી તેમના પાડોશી અને સગા કાકીને આપી હતી. જે બાદ તેઓ ૧૦ મી ડિસેમ્બરે ઘરે પરત જતાં ઘરના મુખ્ય દરવાજાનું તાળું તુટેલું જણાયું હતું. તેમણે ઘરમાં પ્રવેશ કરી જોતાં તમામ સામાન વેરવિખેર અવસ્થામાં પડેલો જણાયો હતો. તેમણે તપાસ કરતાં તેમના ઘરમાંથી સોનાચાંદીના દાગીના તેમજ ૨૦ હજાર રૂપિયા રોકડા મળી કુલ ૯.૮૫ લાખનો મુદામાલ ચોરી થયો હોવાનું જણાયું હતું. બનાવને પગલે દહેજ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘરે દોડી આવ્યો હતો. પોલીસે ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ્સ તેમજ એફએસએલની ટીમ તથા ડોગ સ્કવોર્ડની ટીમની મદદથી ચોરી કરનાર તત્વો ના સગડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ઘટના અંગેની ફરિયાદ નોંધી પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!