આણંદના ધુવારણમાં શારજાહ ની કેબલ હેનોક્સ કંપની દ્વારા ૧૩૧૭ કરોડના ખર્ચે કેબલ લેન્ડીંગ સ્ટેશન પ્રોજેક્ટ શરૂ કરાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ જિલ્લાના ધુવારણ ગામે કેબલ હેનોક્સ કંપની દ્વારા રૂપિયા ૧૩૧૭ કરોડના ખર્ચે કેબલ લેન્ડીંગ સ્ટેશન પ્રોજેક્ટ શરૂ થનાર હોવાની માહિતી સાંપડી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર, ગિફ્ટ સિટી અને શારજાહની હેનોક્સ આઈ.ટી એન્ડ ડેટા સેન્ટર્સ પ્રા.લી. વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. આ ડેટા કેબલ લેન્ડીંગ સ્ટેશન પ્રોજેક્ટ અંદાજે રૂા.૧૩૧૭ કરોડના સંભવિત રોકાણ સાથે આણંદ જિલ્લાના ધુવારણમાં આકાર પામશે.પ્રત્યક્ષ પરોક્ષ મળીને ૧૩૦૦ થી વધુ રોજગારીની તકોનું સર્જન થશે.ગાંધીનગરમાં યોજાઈ રહેલી રિજનલ એ.આઈ. ઈમ્પેક્ટ કોન્ફરન્સમાં સહભાગી થવા આવેલા હેનોક્સ આઈ.ટી.ના સી.ઈ.ઓ. મસૂદ એમ શરીફ મહમદ અને રાશીદ અલ અલી તથા યુ.એઈ.ના ભારત સ્થિત રાજદૂત ડો. અબ્દુલ નસર જમાલ અલસાલીએ આ એમ.ઓ.યુ. કર્યા પછી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સાયન્સ ટેકનોલોજી મંત્રી સાથે મુલાકાત બેઠક યોજી હતી. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સી.એલ.એસ પ્રોજેક્ટને પરિણામે આવનારા દિવસોમાં ગુજરાતમાં ઝડપી અને મજબૂત આંતરરાષ્ટ્રીય કક્નેક્ટિવિટીથી એ.આઈ., મશીન લર્નિંગ, સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ્સ અને જી.સી.સી.ના વિકાસ ને વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, વૈશ્વિક ડેટા ટ્રાફિક માટે ગુજરાત મહત્વપૂર્ણ ગેટ-વે બનશે અને દેશની ડિજિટલ ઈન્ડિપેન્ડન્સી કેપેસિટી સુદ્રઢ થશે એમ તેમણે આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. હેનોક્સ આઈ.ટી. એન્ડ ડેટા સેન્ટર્સના સી.ઈ.ઓ.એ આ કેબલ લેન્ડિંગ સ્ટેશનની મહત્વતા અંગે કહ્યું કે, આ સેન્ટર ભારત અને ગ્લોબલ ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડતા મહત્વપૂર્ણ મોડલ તરીકે કાર્ય કરશે. આ સેન્ટર સ્માર્ટ સિટીઝ માટે ઉચ્ચ બેન્ડવીથ જરૂરિયાત ધરાવતા એપ્લિકેશન્સ માટે બેકબોન તરીકે પણ સેવાઓ પૂરી પાડશે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!