સાયખા GIDCની અલકેમી ફાઇનકેમ કંપનીમાં બોઈલર ફાટતા અફરા-તફરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા ની સાયખા GIDC મા આવેલ અલકેમી ફાઇનકેમ કંપનીમાં બોઈલર ફાટતા અફરા-તફરી મચી જવા પામી હતી.કંપની દ્વારા સુરક્ષા નિયમો પ્રત્યે બેદરકારી દાખવતા કામદારો ઈજાગ્રસ્ત થયા ની માહિતી સાંપડી છે.ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઔદ્યોગિક અકસ્માતો ની ઘટનાઓ ની વણથંભી વણજાર અટકવાનું નામ લેતી ન હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે.જેમાં આજે વધુ એક ઘટનનાનો ઉમેરો થવા પામ્યો હતો.વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી અલકેમી ફાઇનકેમ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ ની ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી.કમ્પની મા અકસ્માત સર્જાતા સમગ્ર કંપની સહિત ના આસપાસ ના વિસ્તારમાં કાંઈક અજુગતું બન્યું હોવાને પગલે ચિંતા ની લાગણી પ્રસરી જવા પામી હતી. કંપનીમાં એકાએક બોઈલર મા ધડાકો થતા નજીકમાં કામ કરતા કેટલાક કર્મચારીઓને કેમિકલ લાગવાથી ઇજાગ્રસ્ત થતા તેઓ ને સારવાર અર્થે ભરૂચ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેની ધ્રુજારી નો અહેસાસ થયો હતો.બોઈલર ફાટતા સર્જાયેલ દુર્ઘટના માં ત્રણ થી ચાર જેટલા કામદારો ઘાયલ થયા ની વિગતો પ્રાપ્ત થઈ છે.ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમોમાં છેલ્લા કેટલાક સમય થી અકસ્માતોનો સિલસિલો યથાવત રહેતા ઉદ્યોગોમાં સુરક્ષાના નિયમો ની અવગણના અને ધારા-ધોરણો સામે પણ ગંભીર પ્રશ્નો ઉઠવા પામ્યા છે.છાશવારે સર્જાતી ઔદ્યોગિક અકસ્માતો ની ઘટનાઓ કંપનીઓ દ્વારા કામદારોના જીવના જોખમે સુરક્ષાની ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનો સ્પષ્ટ સંકેત આપી રહી છે.

 

કંપની સંચાલકો ની ઘોર બેદરકારી ને પગલે નિર્દોષ કામદારોએ ભોગવવા નો વારો આવ્યો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર અને મામલતદાર અધિકારી સહિત વહીવટી તંત્ર ના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.અલકેમી ફાઇનકેમ કંપની માં બોઇલર બ્લાસ્ટ ની ઘટના ને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો છે. તંત્ર દ્વારા આ ગંભીર અકસ્માત માટે જવાબદાર કંપની મેનેજમેન્ટ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સ્થાનિકો અને કામદાર યુનિયનોમાથી બુલંદ થવા પામી છે.ત્યારે નિયમો પ્રત્યે આંખ આડા કાન કરતી કંપનીઓ ને તાળા બંધી કરવામાં આવે તો અન્ય એકમો બોધ ગ્રહણ કરે તેમ હોવાથી કડકમા કડક કાર્યવાહી થાય તેવી લાગણી પંથકના જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરવામા આવી હતી.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!