અંકલેશ્વર પંથકમાંથી મોબાઈલ ટાવરના જનરેટરની ટાંકીમાંથી ડીઝલ ચોરનારા બે શખ્સો ને એલસીબીએ ઝડપી પાડી રૂપિયા પાંચ લાખ ઓગણીસ હજાર નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં મોબાઈલ ટાવરના જનરેટરની ટાંકીમાંથી ડીઝલ ચોરીમાં ભરૂચ એલસીબીની ટીમે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી ૧૦૦ લીટર ડીઝલ, મોબાઈલ અને પીકઅપ મળી રૂા.૫.૧૯ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગ માં હતી,દરમ્યાન ભરૂચ અંકલેશ્વરની આસપાસ આવેલ મોબાઈલ ટાવરના જનરેટરની ટાંકીમાંથી ડીઝલની ચોરી થાય છે, તેમાં રાજસ્થાનની ટોળકી સંડોવાયેલી છે અને હાલ બે રાજસ્થાનના શખ્સો બોલેરો પીકઅપમાં ડીઝલના કારબાઓ ભરી હાઈવે ઉપર આવેલ અરોમા હોટલના કમ્પાઉન્ડમાં ડીઝલ વેચવા ફરી રહ્યાં હોવાની માહિતી મળતા પોલીસ હોટલના કમ્પાઉન્ડમાં પહોંચી હતી.જ્યા સ્થળ તપાસ કરતા પીકઅપ ગાડી મળી આવી હતી,પોલીસે પીકઅપમાં તપાસ કરતા ડીઝલ ભરેલા ત્રણ કારબાઓ મળી આવ્યા હતા.જીતાલી ગામની સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાન પીકઅપ ચાલક મુલારામ સોનારામ ચૌધરી અને કાપોદ્રા વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના સોહનલાલ ભાગીરથરામ બિશ્નોઈની અટકાયત કરી પૂછપરછ કરતા. તેઓએ દઢાલ ગામ નજીક તેમજ અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મોબાઈલ ના ટાવરોના જનરેટરની ટાંકીમાંથી ડીઝલની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. એલસીબી પોલીસે ત્રણ કારબામાંથી રૂા.૯ હજારની કિંમતનું ૧૦૦ લીટર ડીઝલ તથા ૧૦ હજારના બે મોબાઈલ અને પ લાખની પીકઅપ ગાડી મળી કુલ રૂપિયા ૫ લાખ ૧૯ હજારનો મુદામાલ જપ્ત કરી અંકલેશ્વર રૂરલ પોલીસને હવાલે કર્યા હતા.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









