વાગરા ના વિલાયત ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ નું લોકાર્પણ :: ક્રિકેટ રસિયાઓમા આનંદ ની લાગણી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા ના વિલાયત ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.નવા મેદાનની ભેટ મળતા ક્રિકેટ રસિયાઓમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.વાગરા તાલુકાના વિલાયત ગામૅ નવયુવાનો મા ક્રિકેટ ની રમત પ્રત્યે રસ રુચિ કેળવાય અને ખેલ કુદ જેવી પ્રવૃત્તિઓ ને પ્રોત્સાહન આપવાના હેતુસર વિલાયત ગામે નિર્માણ કરાયેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ને યુવાનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.લોકાર્પણ કાર્યક્રમ ટાણે વિલાયત ગામના આગેવાનો, પદાધિકારીઓ,ગ્રામજનો ઉપરાંત ઇરફાન ભાઈ તલાટી, તાલુકા પંચાયતના સદસ્ય જીતેશભાઈ પટેલ તથા માજી સરપંચ રાજુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.આ ઉપરાંત આસપાસના ગામોના સરપંચો, વડીલો તેમજ નવયુવાનો તથા ક્રિકેટના ચાહકો મોટી સંખ્યામાંઉપસ્થિત રહયા હતા.

આસપાસના ગામોના ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.મેદાન ના નવનિર્માણ કાર્યમાં વિલાયત ના સરપંચ શેહનાજ બાનું હશન અલી સૈયદ અને માજી સરપંચ હશન અલી બાપુએ અગ્રીમ ભૂમિકા નિભાવી હતી. ક્રિકેટ ગ્રાઉન્ડના નિર્માણ થી ગામના યુવાનોને ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોમાં આગળ વધવાની તક પુરી પાડશે.ક્રીડાંગણ માત્ર ક્રિકેટ માટે જ નહીં પરંતુ ગામના યુવાનોને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થશે.માજી સરપંચ હશન અલી બાપુએ રમત-ગમત પ્રત્યે યુવાનોને પ્રોત્સાહિત કરવા બદલ ગ્રામ પંચાયતની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.રાજુભાઈ પટેલે ગામના યુવાનો ક્રિકેટ ની રમત ના માધ્યમથી એકતા અને ભાઈચારો વધુ મજબૂત બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે લોકાર્પણ બાદ એક મૈત્રીપૂર્ણ ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટ રસિકોએ ભરપૂર આનંદ માણ્યો હતો.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!