અંકલેશ્વર ના સૂચિત એરપોર્ટ ખાતે ૭મી ડિસે ના રોજ ભારતીય વાયુ સેનાનો “સારંગ હેલિકોપ્ટર એર શો યોજવામાં આવનાર છે.ભારતીય વાયુ સેના (Indian Air Force) દ્વારા અંકલેશ્વર ના સૂચિત એરપોર્ટ ખાતે તારીખ ૭મી ડિસેમ્બર ને રવિવારે ભવ્ય અને રોમાંચક “સારંગ હેલિકોપ્ટર એર શો”નું આયોજન કરવામાં આવ્યું છે.

આ એર શો લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. કાર્યક્રમ સ્થળે ભરૂચ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એન. આર. ધાંધલે મુલાકાત લઈ સમગ્ર આયોજનની પ્રગતિ, સુરક્ષા આયોજન, ટ્રાફિક મેનેજમેન્ટ તથા લોકવ્યવસ્થાની તૈયારી અંગે વિગતવાર સમીક્ષા કરી હતી.તદુપરાંત અંકલેશ્વરના પ્રાંત અધિકારી બી.એ.જાડેજાએ સંબંધિત અધિકારીઓ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન તથા વિવિધ એજન્સીના પ્રતિનિધિઓ સાથે સંકલન બેઠક યોજી જરૂરી વ્યવસ્થાઓ અંગે વિસ્તાર પૂર્વક ચર્ચા કરી હતી.ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન, ભરૂચ સીટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ તથા ભારતીય વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા આગામી તા.૭મી ડિસેમ્બરના રોજ આ એર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાસ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા તંત્ર દ્વારા તમામ આયોજનાત્મક કામગીરી ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી રહી છે.

વિશ્વમાં પ્રખ્યાત સારંગ હેલિકોપ્ટર ટીમ
સારંગ ટીમ ભારતીય વાયુસેનાની વર્લ્ડ-ક્લાસ હેલિકોપ્ટર એરોબેટિક્સ ટીમ છે. તે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને વિવિધ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એરશોઝમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.
સારંગ ટીમની વિશેષતાઓ:
ભારતીય વાયુ સેના દ્વારા બનાવેલા વિશેષ ALH – ધ્રુવ હેલિકોપ્ટર પર પ્રદર્શન કરે છે.એક સાથે ૪ થી ૫ હેલિકોપ્ટર હવામાં સલામત અંતરે રહી અદભૂત એરોબેટિક્સ પ્રદર્શન કરે છે.સ્પિન, લૂપ, બો-ટાઈ, હાઈ-ગેઈન ટર્ન્સ જેવી ઉત્તેજક ફિલાઈટ મેન્યુવર્સ રજૂ કરે છે. ભારતની પોતાની બનાવટનું HALનું “ધ્રુવ” હેલિકોપ્ટર આ ટીમની ઓળખ છે.પાઈલટ્સ અત્યંત પ્રશિક્ષિત અને વિશ્વસ્તરીય એરોબેટિક્સ ટ્રેનિંગ પ્રાપ્ત કરેલા હોય છે.રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો, રિપબ્લિક ડે, એરો ઈન્ડિયા, આંતરરાષ્ટ્રીય એર શો વગેરેમાં નિયમિત પ્રદર્શન કરે છે.સારંગ ટીમ ભારતનું ગૌરવ છે, જે યુવાનોમાં દેશભક્તિ અને વાયુસેના પ્રત્યે પ્રેરણા ફેલાવવા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









