જંબુસર પોલીસ મથકમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ રૂ.૭૫ હજારની લાંચ લેતા એસીબી ના હાથે ઝડપાઇ જવા પામ્યો હતો.

અરજદાર હેડ કોન્સ્ટેબલ નારણ વસાવાને લાંચની રકમ આપવા માંગતો ન હોઇ તેણે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો જેના આધારે વડોદરા એસીબીએ છટકું ગોઠવ્યુ હતું.ભરૂચના જંબુસર પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ ₹ ૭૫૦૦૦ ની લાંચ લેતા ઝડપાઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે મળતી વિગતો અનુસાર અરજદાર વિરુદ્ધ થયેલ અરજી બાબતે હેરાન ન કરવા હેડ કોન્સ્ટેબલ નારણ વસાવાએ લાંચની માંગણી કરી હતી. અરજદાર લાંચની રકમ આપવા માંગતો ન હોય તેણે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો જેના આધારે વડોદરા એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. એસીબીની ટ્રેપમાં હેડ કોન્સ્ટેબલ નારણ વસાવા લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.એસીબીએ હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ડિજિટલ યુગ ન્યૂઝ જંબુસર
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









