અંકલેશ્વર ના કુખ્યાત બુટલેગર દશરથ વસાવાને પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અંકલેશ્વર ના હજાત ગામના કુખ્યાત બુટલેગર દશરથ વસાવાને પાસા હેઠળ પકડી પાડી રાજકોટ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.અંકલેશ્વર ના હજાત ગામ ખાતે રહેતા અને કંડમ કિંગમાંથી કુખ્યાત બુટલેગર બનેલા બુટલેગર દશુ ઉર્ફે દશરથ બાલુ વસાવા સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે.અંકલેશ્વર પોલીસે કુખ્યાત બુટલેગર સામે કાર્યવાહી હાથ ધરી તેને પાસા હેઠળ ધરપકડ કરી રાજકોટ જેલમાં ધકેલી દેવાયો છે.બુટલેગર વિરુદ્ધ પ્રોહીબિશનના ૬ ગુના નોંધાયા હતા.અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડૉ.કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ રૂરલ પી.આઇ. એચ.જી. ગોહિલ દ્વારા પોલીસ મથકના કુખ્યાત ઇસમોની યાદી બનાવી હતી જેમાં સૌથી ટોચ પર રહેલા દશરથ ઉર્ફે દશું વસાવા સામે પાસાની કાર્યવાહી કરવાની કવાયત શરુ કરી હતી. જેમાં અંકલેશ્વર શહેર એ અને બી ડિવિઝન પોલીસ મથક ઉપરાંત રૂરલ અને હાંસોટ પોલીસ મથકમાં નોંધાયેલા તેના વિરૂદ્ધના ગુનાની વિગતો એકત્ર કરી હતી અને તેને આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ જરૂરી ફાઈલ રજુ કરી હતી.જે આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની મજૂરી સાથે હુકમ કરતા પાસા હેઠળનું વોરંટ ઇસ્યુ કર્યું હતું.અંકલેશ્વર રૂરલ પોલીસે દશરથ વસાવાની તેના ધરેથી ધરપકડ કરી તેને રાજકોટ જેલમાં મોકલી આપ્યો હતો.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!