નવસારી હાઇવે પરથી શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ :: રૂપિયા ૪.૬૨ લાખના દારૂ સાથે એક ની અટક …..!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

નવસારી હાઇવે પરથી શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ હતી. એલસીબી એ રૂપિયા ૪.૬૨ લાખના દારૂ સાથે એક ઈસમ ની અટક કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.નવસારી એલસીબીએ સેલવાસથી પાલિતાણા તરફ જતા વાહનમાંથી રૂ.૪.૬૨ લાખ ના વિદેશી દારૂ સાથે એક સખ્શ ની અટક કરી હતી.એલસીબી સિનિ.પીઆઈ વી.જે જાડેજાને બાતમી મળી હતી કે પીકઅપ વાન (નં.જીજે-૧૩-એટી-૧૮૬૬) માં સેલવાસથી વિદેશી દારૂ ભરી પાલિતાણા તરફ રવાના કરાયો છે.બાતમીના આધારે એલસીબી ટીમે ટોલનાકા નજીક દરગાહ પાસે વોચ ગોઠવી પીકઅપને અટકાવી હતી, અને તપાસ કરતાં શાકભાજીની આડમાં સંતાડેલી દારૂની ૧૮૨૪ બોટલ રૂ.૪.૬૨ લાખ ની કિમત ની મળી આવી હતી.પોલીસે પીકઅપ ડ્રાઈવર રોહિત પાંગળ (રહે. રાજસ્થળી, કાગડાધાર, તા. પાલિતાણા, જિ. ભાવનગર)ને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે, જ્યારે ત્રણ લોકોની ઓળખ કરી તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. એલસીબી એ પીકઅપ વાન, મોબાઈલ તથા દારૂ સહિત રૂ.૯.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.હાલમાં પ્રોહિબિશન સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપતા બુટલેગર પણ દારૂ સંતાડીને લઈ જાય છે, જેમાં હાલમાં એક યુવતી ને યુવક સાથે મોંઘી કારમાં લાખોના દારૂની હેરાફેરી કરતી ઝડપી પાડી હતી. બુટલેગરો અવનવી તકનીક અંતર્ગત વાયરની વચ્ચે, પ્લાસ્ટિક કચરાની વચ્ચે અને હવે શાકભાજીના કેરેટમાં દારૂ છૂપાવીને લઈ જતા હોય છે.

ડિજિટલ યુગ ન્યૂઝ નવસારી 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!