ભરૂચ જિલ્લામાં બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ સામે ખાણ-ખનીજ વિભાગે સપાટો બોલાવી રૂપિયા ૪.૫૦ કરોડ થી વધુનો મુદ્દામાલ સીઝ કરી ૪૧ લાખનો રૂપિયા દંડની વસુલાત કરવામાં આવી હતી.તંત્ર ની કડક કાર્યવાહી ને પગલે ખનીજ ચોરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને સૂચના અનુસાર ભરૂચ ભુસ્તરશાસ્ત્રીની કચેરી તથા ક્ષેત્રિય ટીમો દ્વારા જિલ્લામાં બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહની કામગીરી સામે સતત અને આયોજનબદ્ધ તપાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર અને સુરતની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમોની સહાય થી ભરૂચ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન ટીમ દ્વારા સ્થળ પર થી ૧૮ ડમ્પર,ટ્રક પકડી પાડી મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.

તંત્ર એ પાણેથા- ઉમલ્લા રોડ, રાજપારડી-ઝઘડિયા રોડ તેમજ અંકલેશ્વર વિસ્તારમાં સાદી રેતી, હાર્ડ મુરમ અને બ્લેકટ્રેપ ખનિજનું બિનઅધિકૃત વહન કરતાં વાહનો પકડી પાડયા હતા.જપ્ત કરેલા મુદ્દામાલની અંદાજીત કિંમત રૂપિયા ૩.૩૦ કરોડ હોવાનું અનુમાન છે, જ્યારે વાહનમાલિકો સામે દંડનીય કાર્યવાહી ના ભાગરૂપે રૂપિયા ૩૩.૯૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર તાલુકાના કાંસિયા ગામેથી મળેલી ફરિયાદના આધારે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સાદી માટીનું બિનઅધિકૃત ખનન પકડી કુલ પાંચ વાહનો સીઝ કરાયા હતા.

જપ્ત મુદ્દામાલની કિંમત રૂપિયા ૧.૫૦ કરોડ, તેમજ દંડ પેટે રૂપિયા ૭.૪૫ લાખ વસૂલ કરાયા હતા.જ્યારે સ્થળ પર ખાણકામની માપણી પણ હાથ ધરાઈ હતી.વધુમાં કરજણ ગામે તાજેતરમાં જ બિનઅધિકૃત ખનન અંગેની મળેલી ફરિયાદના આધારે ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં સાદી માટીનું બિનઅધિકૃત ખનન કરતાં પકડાયેલા એક ડમ્પર,ટ્રક અને એક લોડર મશીનરી રૂપિયા ૭૦ લાખ ની કિંમતની સીઝ કરવામાં આવી હતી.તંત્ર ની કામગીરી ને પગલે ખનીજ માફિયાઓ માં ઘભરાટ ની લાગણી પ્રસરી જવા પામી છે.
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









