ભરૂચ ખાતે આયુષ મેળો તેમજ નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમીઓપેથી નિદાન સારવાર કેમ્પ યોજાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લા પંચાયત ની આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળો તથા નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. મહેન્દ્રસિંહ વાંસદીયા ના અધ્યક્ષ સ્થાને તા.૫ ડિસે ને શુક્રવારે સવારે ૯-૩૦ કલાકે ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન, મામલતદાર કચેરીની સામે, ભરૂચ ખાતે યોજાનાર વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમમાં પ્રમુખ જિલ્લા પંચાયત, ભરૂચ અને મુખ્ય અતિથી રમેશભાઈ મિસ્ત્રી,અતિથી વિશેષ અનિલભાઈ વસાવા તેમજ ચેરમેન-આરોગ્ય સમિતિ, જિલ્લા પંચાયત, ભરૂચ ની સાથે ડૉ. હેતુલ ઠક્કર ડાયરેક્ટર જલારામ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, પ્રમુખ આયુર્વેદ ડોક્ટર્સ એસોશિએશન, ભરૂચ હાજર રહેશે.તેમ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત, ભરૂચ ની અખબારી યાદી મા જણાવાયું છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!