ભરૂચ જિલ્લા માં દ્વિચક્રી વાહનો માટે નવી સીરીઝ GJ16-EGનું ટૂંક સમયમાં ઈ-ઓક્શન શરૂ કરવામાં આવશે.સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી, ભરૂચ કાર્યક્ષેત્રના ટુ વ્હિલર વાહનો માટેની GJ16-EG નંબરની નવી સીરીઝની ઓક્શન શરૂ કરવામાં આવનાર છે. જેને ધ્યાને લઇ હરાજીમાં ભાગ લેવા ઈચ્છુક વાહન માલિકો ઈ-ઓક્શનમાં ભાગલઈશકે છે.ઇ-ઓક્શનની નોંધણી પ્રક્રિયા તા.૮ ડિસે ના રોજ સાંજે ૪ કલાકે થી શરૂ થઈ તા. ૧૦ ડિસે ના રોજ બપોરે ૪ કલાક સુધીની રહેશે. હરાજીની પ્રક્રિયા તારીખ ૧૦ થી ૧૨ ડિસે સાંજે ૪ ક્લાક સુધીની રહેશે.તા.૧૩ ડિસેના રોજ ઇ-ઓકશનના ફોર્મ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી-ભરૂચમાં જમા કરાવવાના રહેશે. વધુમાં સફળ અરજદારો દ્વારા ભરપાઈકરેલી બિડિંગની રકમની રસીદસાથે દિન-પમાં કચેરીમાં જમાં કરાવવાની રહેશે.આ સિવાયની અરજીઓ નામંજુર કરવામાં આવશે. વાહનની વેચાણ તારીખ અને વિમો તારીખ બે- માંથી જે વહેલું હોય તે તારીખથી તથા CNA ફોર્મ ભરેલું હોય તે અરજદારો પસંદગીના નંબરો માટે ૬૦-દિવસ સુધી ઇ-ઓકશનમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય મર્યાદા બહારની અરજીઓ રદ કરવામાં આવશે.વાહન ખરીદવાના સાતદિવસ ની અંદર ઓનલાઇન CNA ફોર્મ અપલોડ કરવાનું રહેશે. ગોલ્ડનઅને સિલ્વરસિવાયના નંબરોમાટે ૩૦-દિવસની અંદર અરજદારો હરાજી કરી શકાશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી-ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









