આમોદના ઢાઢર નદીના બ્રિજ પર 25 ટન સુધીના 6 વ્હિલર વાહનો માટે મુક્તિ, ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસર નેશનલ હાઇવે નં.64 ઉપર આવેલા ઢાઢર નદીના બ્રિજ પર વાહનોની અવર-જવર સંબંધિત નિયંત્રણોની વિગતો સ્પષ્ટ કરવામાં આવી છે. હુકમ મુજબ 25 ટન સુધીના વજનની ક્ષમતા ધરાવતા 6 વ્હિલના વાહનોને ઢાઢર નદીના બ્રિજ ઉપરથી પસાર થવા દેવાની છૂટ આપવામાં આવી છે. આ નિર્ણયથી નાના કોમર્શિયલ વાહનોના સંચાલકોને મોટી રાહત મળી છે. જોકે 25 ટનથી વધુ વજન ધરાવતા ભારદારી વાહનો માટે પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. આ પ્રતિબંધ બ્રિજની સુરક્ષા અને જાળવણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ ભારે વાહનો માટે અગાઉ જાહેર કરાયેલા રૂટ ડાયવર્ઝન યથાવત રહેશે.

 

ભારદારી વાહનોએ તેમના પરિવહન માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે. જેમાં જંબુસરથી આમોદ તરફ આવતા 25 ટનથી વધુ વજન ધરાવતા વાહનોએ જંબુસર – પાદરા – એક્સપ્રેસ-વે (NE4) – માતર – આમોદ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ આમોદથી જંબુસર તરફ જતા 25 ટનથી વધુ વજન ધરાવતા વાહનોએ આમોદ – માતર – એક્સપ્રેસ-વે (NE4) – પાદરા – જંબુસર માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાયદાની જોગવાઈઓ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તમામ વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરોને આ નવા નિયમોનું પાલન કરવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!