સલાદરા ગામમાં ઈશાની નમાજ બાદ ભવ્ય નાત-શરીફનો કાર્યક્રમ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના સલાદરા ગામે ગત શુક્રવારની રાત્રે ઈશાની નમાઝ બાદ એક ભવ્ય નાત-શરીફ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ સૈયદ હજરત મજલેસાબ બાવાના સવાબ અર્થે રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ અને અકીદતમંદો જોડાયા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બુલ બુલ-એ-મુસ્તજાબ મહેબૂબ-એ-ઉલમા હજરત જનાબ મોઈનુદ્દીન મુસ્તજાબ સાહબ (હિંમતનગર) નું નાત-શરીફનું મધુર પઠન રહ્યું હતું. તેમણે પોતાની સુરીલી અવાજમાં કલામ રજૂ કરીને સૌ શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા.

આ પવિત્ર પ્રસંગે અનેક મહાન ધાર્મિક હસ્તીઓએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી. તેમાં મુખ્યત્વે હજરત પીર સૈયદ અહેમદઅલી બાવા (પાટણ વાળા), હજરત સૈયદ વજીહુદ્દીન બાવા, હજરત સૈયદ મુનાફ બાવા, મૌલાના હજરત સૈયદ શાકિર બાવા સાહબ, કારી મકસૂદ અશરફી સાહબ, ખલીફા-એ-હુઝૂર શૈખૂલ ઇસ્લામ મૌલાના તલહા અશરફી સાહબનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, તમામ સાદાત-એ-કીરામ, ઉલમા-એ-કીરામ અને અઈમ્મહ-એ-મસાજિદ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સલાદરા ગામના નવયુવાનોએ આ કાર્યક્રમના આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. રાત્રિના સમયે યોજાયેલા આ પ્રોગ્રામમાં સ્થાનિક મુસ્લિમ ભાઈઓ અને દૂરદૂરથી આવેલા અકીદતમંદો મોટી સંખ્યામાં હાજર રહીને ધાર્મિક શ્રદ્ધા અને એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!