જંબુસર તાલુકામાં કમોસમી વરસાદના કારણે વેડચ સહિતના ગામોમાં પાણીનો ભરાવો થતાં માર્ગો બંધ થઇ ગયાં હતાં. વેડચ ગામે ભારે વરસાદ પડવાને લીધે વેડચથી મોરવગા, હિંગળાજ મહાદેવ, કાનજી મામા સહિતના વિસ્તારમાં જવાનો રસ્તો બંધ થઇ ગયો હતો.આ રોડ બંધ થવાનું મુખ્ય કારણ વેડચ ગામ પંચાયતની નિષ્કાળજીને લીધે થાય છે. સરપંચને ગામ તરફ જવાની ગટરો ઊંડી કરવાની રજૂઆત કરી હતી. પહેલા વચમાં છત્રસંગ હીરાને ત્યાંથી હિંગળાજ મહાદેવ તરફ જવાનો રસ્તો ખુલ્લો રહેતો હતો પરંતુ હવે ઊલટું થઈ ગયેલ છે જે ગામ તરફ જવાનો રસ્તો ખુલ્લો હોય છે અને મોરવગા કાનજીમામા હિંગળાજ વિગેરે તરફ જવાના રોડ ઉપર વરસાદ ને લીધે પાણી ભરાઈ જાય છે.અવારનવાર રસ્તો બંધ થઈ જાય છે. હમણાં દિવાળી પહેલો મોરવગા કાનજીમામા હિંગળાજ તરફ જવાના રસ્તાની ગટરો ઊંડી કરાવેલ છે જ્યારે ગામ તરફ જવાની ગટરો એવી ને એવી છે જેથી પાણી ભરાય છે. જેના લીધે કાનજી મામા હિંગળાજ મહાદેવ,સોકળીયા વળપીપળા સહીતના વિસ્તારોમાં જનારા ખેડૂતો ભોગ બને છે. ગામમાં કાંસની સફાઇ વ્યવસ્થિત રીતે કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ માજી સરપંચ બળવંતભાઇએ લગાવ્યો છે. સામાન્ય વરસાદમાં ખેતરોમાં જવાનો રસ્તો બંધ થઇ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયાં હતાં.
ડિજિટલ યુગ ન્યૂઝ જંબુસર
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









